ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની પ્રગતિ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લિલ મેસેજ મોકલ્યાં, DEOએ ફટકારી દીધી નોટીસ
Last Updated: 06:32 PM, 3 October 2026
ADVERTISEMENT
અમદાવાદના ખોખરામાં આવેલી પ્રગતિ સ્કૂલમાં એક શિક્ષકની ગંદી હરકત સામે આવી છે. પ્રગતિ સ્કૂલના કોમ્પ્યુટર શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી નિર્દોષ વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા પર પરેશાન કરીને તેને અશ્લિલ મેસેજ મોકલ્યાં હતા. શિક્ષકે પોતાની ઓળખ છુપાવી નકલી આઈડી મારફતે અશ્લીલ મેસેજ કર્યા બાદ મામલો બિચક્યો હતો.
ADVERTISEMENT
વિદ્યાર્થિનીના મિત્રે શિક્ષકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો
વિદ્યાર્થિનીના મિત્રે શિક્ષકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
શું હતી આખી ઘટના?
ખોખરા સ્થિત પ્રગતિ સ્કૂલમાં કોમ્પ્યુટર વિષય ભણાવતા શિક્ષકે ઇન્સ્ટાગ્રામ પર એક ફેક પ્રોફાઇલ તૈયાર કરી હતી. આ ફેક એકાઉન્ટ મારફતે તે શાળાની એક વિદ્યાર્થિનીને અવારનવાર બીભત્સ મેસેજ મોકલો હતો. શરૂઆતમાં વિદ્યાર્થિનીએ મેસેજ પર કોઈ ધ્યાન ન આપ્યું પરંતુ શિક્ષકે હદ વટાવી દેતાં તેણે આખી ઘટના તેના મિત્રને કહી સંભળાવી, ત્યાર બાદ મિત્રે શિક્ષકને માર માર્યો હતો.
ADVERTISEMENT
યુવકે શિક્ષકને જાહેરમાં લાફા ઝીંક્યા
પીડિતાના મિત્રે શિક્ષકને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા. આ ઘટનાનો સમગ્ર વીડિયો સ્થળ પર હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદના ઈસનપુરમાં વિદ્યાર્થીની હત્યા, લાકડીઓ અને પાઈપો વડે સખત માર મરાયો
શાળાને deo દ્વારા નોટિસ ફટકારવામાં આવી
ADVERTISEMENT
આ ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રગતિ સ્કૂલને નોટીસ આપવામાં આવી હતી જેમાં સ્કૂલને એક દિવસમાં સમગ્ર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા શું પગલાં લેવામાં આવ્યાં તેનો આદેશ પણ સ્કૂલને આપવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.