ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ઈસનપુરમાં વિદ્યાર્થીની હત્યા, લાકડીઓ અને પાઈપો વડે સખત માર મરાયો
Last Updated: 04:30 PM, 3 October 2026
ADVERTISEMENT
અમદાવાદના ઈસનપુરમાં તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી 21 વર્ષીય યુવક ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું...આ યુવકને લાકડીઓ અને પાઈપો વડે માર મારવામાં આવ્યો હોવાની શંકા છે અને સમગ્ર હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
યુવકની માર મારીને હત્યા
ઈસનપુરમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી છે. સરદાર પટેલ સ્કૂલ પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં 21 વર્ષીય જીગર શૈલેષભાઈ સોલંકી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો... 2 ઓક્ટોબરની રાત્રે આશરે 9:15થી 10:30 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ જીગરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.. ઘટનાની રાત્રે મૃતક જીગર સોલંકી પરિવારને પણ મિત્રને મળીને આવું છું તેમ કહીને પોતાની બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો..પરંતુ થોડા સમય બાદ તે તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો...જીગરના શરીરના ખભા, હાથ, ગાલ, થાપા સહિતના અલગ-અલગ ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા.. તેની બાઈક પણ એપાર્ટમેન્ટ ની બહાર મળી હતી.. ઇજાગ્રસ્ત જીગરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.
ADVERTISEMENT
મૃતક ભાવનગરનો, અમદાવાદ અભ્યાસ માટે આવ્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક જીગર મૂળ ભાવનગરનો રહેવાસી હતો..અમદાવાદમાં તે અભ્યાસ માટે આવ્યો હતો અને સિલ્વર ઓક યુનિવર્સિટી ગોતા ખાતે B.Voc. Financeનો અભ્યાસ કરતો હતો..છેલ્લા અઢી મહિનાથી તે અમદાવાદમાં પોતાના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. જ્યારે મૃતકના પિતા એક્સ-આર્મી જવાન છે અને ભાવનગરમાં તલાટી તરીકે ફરજ બજાવે છે..સૌથી ચોંકાવનારી બાબત એ છે કે યુવક નગ્ન હાલતમાં મળી આવ્યો હતો...મૃતકના કપડાં ધાબા પર તેમજ ઘટના સ્થળની આસપાસથી મળી આવ્યા છે...આથી ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે...પોલીસ સમગ્ર ઘટનાક્રમ કયા સંજોગોમાં બન્યો અને યુવકના કપડાં ધાબા પર કેવી રીતે પહોંચ્યા તેની પણ તપાસ કરી રહી છે. હત્યા કેસમાં ઈસનપુર પોલીસની સાથે ઝોન-6 LCB અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કરવા માટે FSLની મદદ લેવામાં આવી છે..આ ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
આરોપીઓની હજુ સુધી ઓળખ નહીં
હાલ ઇસનપુર પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે... આરોપીની ઓળખ હજુ સુધી થઈ નથી...પોલીસે શંકાસ્પદ શખ્સોની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાનું કારણ શોધવા માટે મૃતકના મિત્રો તથા પરિચિતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે..પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ઇસનપુર પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે...જીગર કોને મળવા ગયો હતો?તે તીર્થભૂમિ એપાર્ટમેન્ટ સુધી કેવી રીતે પહોંચ્યો?તેની સાથે કોણ-કોણ હતું? અને નગ્ન હાલતમાં તે ત્યાં કેવી રીતે પહોંચ્યો? આ તમામ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.