ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાગબારા વિવાદમાં શંકરસિંહ વાઘેલાનું નિવેદન, ‘પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને મેલું ઉપાડવા માટે મહિને ₹50 હજાર આપીશ’

ગુજરાત / સાગબારા વિવાદમાં શંકરસિંહ વાઘેલાનું નિવેદન, ‘પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને મેલું ઉપાડવા માટે મહિને ₹50 હજાર આપીશ’

Published By: Nidhi Panchal

Last Updated: 10:05 AM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાગબારાની જંગલ જમીનનો વર્ષોથી ચાલતો વિવાદ ફરી રાજકીય રીતે ગરમાયો છે અને આ વખતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ચર્ચા વધુ તેજ બની છે. આદિવાસી સમાજને સંબોધતા તેમણે અનામતથી લઈને આદિવાસીઓની જીવનશૈલી સુધીના મુદ્દે સરકાર અને સમાજ વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા.

ADVERTISEMENT

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીનના અધિકારનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ ફરી એકવાર રાજકીય રીતે ગરમાયો છે. ખોપી ગામે યોજાયેલી જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને આદિવાસી ખેડૂતોના જમીન અધિકારના મુદ્દે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ આપેલું એક નિવેદન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે અનામતના મુદ્દે કહ્યું હતું કે, “અનામત કોઈ આદિવાસીઓને મહેરબાની કરીને નથી આપ્યું.” સાથે જ તેમણે આદિવાસી સમાજ જે સ્થિતિમાં રહે છે, એ સ્થિતિનો અનુભવ કરવાની વાત કહી હતી.

Brahmans

સાગબારામાં જંગલ જમીન પર વર્ષોથી ખેતી કરતા આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ લાંબા સમયથી જે જમીન પર ખેતી કરી રહ્યા છે, ત્યાં વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને તેમને ખેતી કરતાં અટકાવવામાં આવે છે. આ મુદ્દે અગાઉ પણ આંદોલન અને સત્યાગ્રહ થયા હતા. હવે ફરી એકવાર આદિવાસી આગેવાનો અને ખેડૂતો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. તાજેતરમાં ખોપી ખાતે યોજાયેલી જાહેર સભામાં પણ આ જંગલ જમીન અને વન અધિકારનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.

મહેશ વસાવા સહિતના આગેવાનો જોડાયા

આ જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ, મહેશ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા. સભામાં આદિવાસી ખેડૂતોના વર્ષોથી પેન્ડિંગ દાવાઓ, ખેતીના અધિકાર અને જમીનના હકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આંદોલનકારીઓનો દાવો છે કે લાંબા સમયથી જમીન પર ખેતી કરવા છતાં તેમના હક અંગે કાયમી ઉકેલ આવ્યો નથી.

શંકરસિંહ વાઘેલાએ આદિવાસી સમાજને સંબોધતા કહ્યું

આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ આદિવાસી સમાજને સંબોધતા કહ્યું હતું કે, “અનામત કોઈ આદિવાસીઓને મહેરબાની કરીને નથી આપ્યું.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “આદિવાસી સમાજ જે હાલતમાં રહે તમે એ હાલતમાં રહો તો તમને ખબર પડે.” શંકરસિંહ વાઘેલાએ એવી પણ ટિપ્પણી કરી હતી કે, “જે રીતે આદિવાસીઓ રહે છે એવી રીતે તમે રહો તો ખરા.” તેમના આ નિવેદનને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે.

શંકરસિંહ વાઘેલાએ અનામત અંગે પોતાનો મત રજૂ કરતાં કહ્યું હતું કે આ વર્ષોના અન્યાયનું વળતર છે. એટલે કે, તેમના મતે અનામત કોઈની મહેરબાની નથી પરંતુ લાંબા સમયથી ચાલતા અન્યાયના વળતર તરીકે જોવાની બાબત છે. આ નિવેદન સાથે તેમણે સામાજિક અસમાનતા અને આદિવાસી સમાજની સ્થિતિનો મુદ્દો પણ જોડ્યો હતો. તેમના નિવેદનનો મુખ્ય મુદ્દો એ હતો કે જે લોકો આદિવાસી સમાજની મુશ્કેલીઓ અને જીવનની પરિસ્થિતિને સમજવા માગે છે, તેમણે એકવાર એ પરિસ્થિતિનો અનુભવ કરવો જોઈએ.

વાઘેલાએ વધુ એક તીખી ટિપ્પણી કરતાં કહ્યું હતું

શંકરસિંહ વાઘેલાએ વધુ એક તીખી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને મેલું ઉપાડવા માટે મહિને 50 હજાર હું આપીશ.” તેમના આ નિવેદનથી પણ ચર્ચા વેગવંતી બની છે. સમગ્ર નિવેદન દરમિયાન તેમણે સામાજિક વ્યવસ્થા, અસમાનતા અને આદિવાસી સમાજ સાથે જોડાયેલા પ્રશ્નો અંગે પોતાનો આક્રમક અભિગમ રજૂ કર્યો હતો.

માત્ર રાજકીય નિવેદનો પૂરતો સીમિત નથી

સાગબારાનો મૂળ જંગલ જમીન વિવાદ જોકે માત્ર રાજકીય નિવેદનો પૂરતો સીમિત નથી. આદિવાસી ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરી રહ્યા છે અને તેમને કાયદેસર હક મળવો જોઈએ. બીજી તરફ, જમીનના દાવા અને વન અધિકારની પ્રક્રિયા સરકારી અને કાયદાકીય વ્યવસ્થા સાથે જોડાયેલી છે. અગાઉ લાંબા આંદોલન બાદ સરકાર તરફથી પેન્ડિંગ દાવાઓ અંગે પ્રક્રિયા આગળ વધારવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફરી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ખેતીને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ હતી.

આ મુદ્દે અગાઉ પણ લાંબો સત્યાગ્રહ થયો

સાગબારા વિસ્તારમાં આ મુદ્દે અગાઉ પણ લાંબો સત્યાગ્રહ થયો હતો. ઓગસ્ટમાં 25 દિવસ સુધી ચાલેલા આંદોલન બાદ વન મંત્રી પ્રવીણ માળીના હસ્તે લીલાબેન વસાવાના પારણા કરાવવામાં આવ્યા હતા અને આંદોલન સમેટાયું હતું. જોકે, ત્યારબાદ ફરી જમીન પર ખેતી કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો અને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ મળેલી ખાતરી છતાં જમીનનો પ્રશ્ન હજુ સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી.

આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી

હવે આ સમગ્ર મુદ્દાને લઈને આદિવાસી આગેવાનો અને ખેડૂતો દ્વારા આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. જાહેર સભામાં ગાંધીનગર સુધી આંદોલન લઈ જવાની અને બળદગાડાં સાથે ગાંધીનગર પહોંચવાની વાત કરવામાં આવી હતી. અગાઉના આંદોલનો અને તાજેતરના ઘર્ષણ બાદ સાગબારા જંગલ જમીનનો મુદ્દો ફરી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : ઉનાના સણોસરી ગામે માસૂમનું દીપડાના હુમલામાં મો*ત, પાંજરા ગોઠવી કલાકોની જહેમત બાદ માનવભક્ષી દીપડો પણ પાંજરે પુરાયો

આમ, સાગબારામાં જંગલ જમીન અને આદિવાસી ખેડૂતોના અધિકારનો જૂનો વિવાદ હવે ફરી રાજકીય મંચ પર આવી ગયો છે. એક તરફ ખેડૂતો જમીનના હક અને ખેતીના અધિકારની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ નેતાઓ દ્વારા સરકાર સામે આકરા પ્રહારો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે શંકરસિંહ વાઘેલાના અનામત અને આદિવાસી સમાજ અંગેના નિવેદને ચર્ચાને વધુ ગરમાવી છે. હવે સરકાર અને સંબંધિત તંત્ર આ સમગ્ર મામલે શું નિર્ણય લે છે અને આંદોલન આગળ કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sagbara Forest Land Shankarsinh Vaghela Tribal Rights

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ