ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 02:20 PM, 2 October 2026
1/7
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે તેઓ મોડલ-એક્ટ્રેસ વનીજા સત્તાર સાથે 2 ઓક્ટોબરે લગ્ન કરવા જઈ રહ્યા છે.જોકે આ દાવાની શોએબ મલિક કે વનીજા સત્તાર બંનેમાંથી કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી. એટલું જ નહીં અગાઉ પણ બંનેના લગ્નને લઈને અફવા ફેલાઈ ચૂકી છે જેને શોએબ અને વનીજાએ ખોટી અને પાયાવિહોણી ગણાવી હતી.
2/7
સોશિયલ મીડિયા પર કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શોએબ મલિક અને કરાચીની મોડલ-એક્ટ્રેસ વનીજા સત્તાર 2 ઓક્ટોબરે લગ્નના બંધનમાં બંધાવાના છે. ક્રિકેટર અને અભિનેત્રીનું નામ એકસાથે આવતા આ વાત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.જોકે અત્યાર સુધી બંને તરફથી લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંનેએ આ વખતે પણ આ દાવાની પુષ્ટિ કરી નથી. તેથી હાલ આ વાતને માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા તરીકે જ જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
3/7
આ પહેલી વખત નથી જ્યારે શોએબ મલિક અને વનીજા સત્તારના લગ્નને લઈને ચર્ચા થઈ હોય. ફેબ્રુઆરી 2026માં પણ સોશિયલ મીડિયા પર અચાનક પોસ્ટ્સ વાયરલ થઈ હતી કે બંનેએ 27 ફેબ્રુઆરીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.કેટલાક યુઝર્સે તો એવો પણ દાવો કર્યો હતો કે બંનેના લગ્નની તસવીરો સામે આવી ગઈ છે. શોએબ મલિક જેવા જાણીતા ક્રિકેટર અને વનીજા સત્તાર જેવી મોડલ-એક્ટ્રેસનું નામ એકસાથે આવતા આ અફવાએ સોશિયલ મીડિયા પર વધુ જોર પકડ્યું હતું.
4/7
ફેબ્રુઆરીમાં ફેલાયેલી લગ્નની અફવા પર શોએબ મલિકે 28 ફેબ્રુઆરી 2026ના રોજ કડક નિવેદન આપ્યું હતું. તેમણે લગ્નની વાતને સંપૂર્ણપણે નકારી કાઢતા કહ્યું હતું કે તેમના વિશે ફેલાવવામાં આવી રહેલી આ વાતો ખોટી અને ગઢેલી છે.શોએબે તો ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેમણે વનીજા સત્તારને ક્યારેય જોઈ નથી અને તેમની સાથે કોઈ વાતચીત પણ થઈ નથી.
ADVERTISEMENT
5/7
વનીજા સત્તારે પણ એક ટીવી શોમાં આ અફવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે શોએબ મલિકને વાસ્તવિક જીવનમાં ક્યારેય જોયા પણ નથી. વનીજાએ સવાલ ઉઠાવ્યો હતો કે તેમના બંનેના લગ્નની વાતો ક્યાંથી શરૂ થઈ.મોડલ-એક્ટ્રેસે આ સમગ્ર વાતને પાયાવિહોણી અને ગઢેલી ગણાવી હતી. એટલે ફેબ્રુઆરીમાં સામે આવેલી લગ્નની અફવાને બંને તરફથી સ્પષ્ટ રીતે નકારી કાઢવામાં આવી હતી.
6/7
સોશિયલ મીડિયા પર શોએબ મલિકના ચોથા લગ્નની વાત ચાલી રહી છે પરંતુ પોતાના અગાઉના નિવેદનમાં ક્રિકેટરે સ્પષ્ટ કર્યું હતું કે તેમની માત્ર બે જ શાદી થઈ છે. તેમના પહેલા લગ્ન ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે થયા હતા.સાનિયા મિર્ઝા સાથેના સંબંધ બાદ શોએબ મલિકે વર્ષ 2024માં પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. શોએબના જણાવ્યા મુજબ સના જાવેદ તેમની બીજી પત્ની છે. તેથી હવે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ‘ચોથા લગ્ન’ના દાવા અને શોએબના પોતાના નિવેદન વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળે છે.
ADVERTISEMENT
7/7
વનીજા સત્તાર કરાચીની જાણીતી મોડલ અને એક્ટ્રેસ તરીકે ઓળખાય છે. તેઓ પોતાની મોડેલિંગ અને એક્ટિંગને કારણે પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહી છે.હાલમાં તેમનું નામ શોએબ મલિક સાથે જોડાઈ રહ્યું છે પરંતુ બંનેના લગ્ન અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. અગાઉ વનીજા પોતે પણ શોએબ સાથે કોઈ ઓળખ કે મુલાકાત હોવાનો ઇનકાર કરી ચૂકી છે.હાલ 2 ઓક્ટોબરે શોએબ મલિક અને વનીજા સત્તારના લગ્ન થવાના દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અગાઉ ફેલાયેલી આવી જ અફવાને બંનેએ નકારી હતી અને શોએબે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી.એટલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાને આધારે શોએબ મલિક ચોથી વખત વરરાજા બનશે એવું કહેવું હાલ વહેલું છે. જો ક્રિકેટર અથવા વનીજા સત્તાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આવે તો જ આ મામલો સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ