ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે ફાઈનલ મેચ, 3 ઓગસ્ટે ગોલ્ડ માટે ખેલાશે મેદાન-એ-જંગ
Last Updated: 03:09 PM, 1 October 2026
ADVERTISEMENT
એશિયન ગેમ્સ 2026ના ક્રિકેટ ગોલ્ડ મેડલ માટે હવે મહાભારત જેવી લડાઈ તૈયાર થઈ ગઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 ઓક્ટોબરે ટાઇટલ માટે ક્લેશ થશે. સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 124 રનના મોટા માર્જિનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ADVERTISEMENT
જેમાં ઈશાન કિશનની 80 રનની ધમાકેદાર ઇનિંગથી ભારતે પહેલા બેટિંગ કરીને 7 વિકેટના નુકસાને 169 રનનું ટોટલ ઊભું કર્યું હતું. જવાબમાં શ્રીલંકાની ટીમ સંપૂર્ણરીતે ધરાશાયી થઈ ગઈ હતી. જેની પહેલા ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને તેની ટીમ માત્ર 9.5 ઓવરમાં 45 રન પર ઓલઆઉટ થઈ ગઈ. જેમાં જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી જ્યારે અભિષેક શર્માએ છેલ્લા 2 વિકેટ સતત લઈને મેચપૂરી કરી દીધી હતી. જેમાં 3 પ્લેયર્સ રન આઉટ થયા હતા.
India 🆚 Pakistan
— Cricbuzz (@cricbuzz) October 1, 2026
The arch-rivals will meet again, with an Asian Games gold medal at stake 🥇 pic.twitter.com/R1pq4kZKAV
ADVERTISEMENT
આગળના દિવસે પહેલા સેમિફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જેમાં 111 રન બનાવ્યા હતા અને પાકિસ્તાને 9 બોલ બાકી રહેતાં જ જીત મેળવી લીધી હતી. હવે બ્રોન્ઝ મેડલ માટે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ થશે. ફાઇનલ અને બ્રોન્ઝ બંને મેચ શનિવારે યોજાશે. ભારતીય સમય અનુસાર ગોલ્ડ મેડલ મેચ સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
છેલ્લા એશિયન ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનને કોઈ મેડલ નહોતો મળ્યો. આ વખતે બંને ટીમો વચ્ચે હેન્ડશેકને લઈને પણ ચર્ચા થઈ રહી છે, કેમ કે છેલ્લા અમુક મેચોમાં ભારતીય પ્લેયર્સે પાકિસ્તાની સાથે હાથ મિલાવવાનું ટાળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ