ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાપીમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની ઘાતકી હત્યા, નીકળી એવી જ છરી હુલાવી, હત્યારાનું નામ જાણીને પોલીસ ચોંકી

ક્રાઈમ / વાપીમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની ઘાતકી હત્યા, નીકળી એવી જ છરી હુલાવી, હત્યારાનું નામ જાણીને પોલીસ ચોંકી

Published By: Hiralal Parmar
Reported By: Manav Thakor

Last Updated: 03:28 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા છરવાડામાં સરેઆમ જાહેર માં થયેલી એક યુવતીની હત્યામાં ચોકાવનારો ખુલાસો થયો છે.

ADVERTISEMENT

વાપીના છરવાડામાં એક યુવતીની હત્યામાં ચોકાવનારો ખુલાસો થયો છે. આ મામલે વાપીની ડુંગરા પોલીસે ગણતરીના સમયમાં જ આ યુવતીની હત્યારા કરનાર આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે યુવતીની હત્યા કરનાર જે આરોપી સામે આવ્યો છે તે જાણી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ઘરેથી બ્યુટી પાર્લર જવા નીકળી ત્યારે હત્યા

વાપીના છેવાડે આવેલા છરવાડા વિસ્તારમાં આવેલા સંસ્કાર સોસાયટીમાં થોડા દિવસ અગાઉ સાંજના સમયે એક યુવતી ની સોસાયટીમાં જ કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. સીમા નામની આ યુવતી બ્યુટી પાર્લર ચલાવતી હતી. તે પોતાના ઘરેથી બ્યુટી પાર્લર જવા નીકળી હતી. આ દરમિયાન પોતાની સોસાયટીના બિલ્ડીંગની નીચે પહોંચતા જ એક યુવકે ચપ્પુ જેવા શિક્ષણ હથિયાર સાથે આ યુવતી પર જીવલેણ હુમલો કરી તેની જાહેરમાં જ કરપીણ હત્યા નિપજાવી હતી .ધોળા દિવસે સોસાયટીમાં હત્યાની બનેલી આ ઘટના ને કારણે સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા જ વાપીની ડુંગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આ યુવતીની હત્યા કરી ફરાર થઈ રહેલા પરેશ કંટારીયા નામના એક યુવકની તાત્કાલિક ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પતિ-પત્નીને ઝગડો ચાલ્યાં કરતો હતો

ડુંગરા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી પરેશ કંટારીયા મૃતક યુવતી સીમાનો પતિ હતો. જેમના થોડા વર્ષો અગાઉ લગ્ન થયા હતા. જોકે છેલ્લા ચાર વર્ષથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ હોવાથી સીમા પોતે પોતાના પતિ પરેશ કંટારીયા થી આ સાંઈ સંસ્કાર સોસાયટીમાં અલગ રહેતી હતી. જોકે બંને વચ્ચે વાદવિવાદ ચાલતો હતો. અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કોર્ટના કેસમાં મૃતક સીમાએ પોતાના પતિ પરેશ કંટારીયા પાસે ભરણપોષણની મોટી રકમ પણ માંગી હતી. આથી બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર વાદ વીવાદ અને ઝગડો ચાલતો હતો ..સાથે જ પારિવારિક કંકાસ પણ ચાલી રહ્યો હતો. બનાવનાર દિવસે પરેશ કંટારીયા સીમા ના ઘરે આવ્યો હતો. અને બંને વચ્ચે કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી.આ બોલાચાલી દરમિયાન પરેશ કંટારીયા એ આવેશમાં આવી અને ચપ્પુ જેવા તીક્ષણ હથિયાર સાથે સોસાયટીની વચ્ચે જ ધોળા દિવસે પત્નીને રહેસી નાખી હતી.

વધુ વાંચો : અમદાવાદમાં પાન પાર્લરની આડમાં હાઈબ્રિડ ગાંજાના વેચાણનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ

લવમેરેજ કર્યાં હતા, એક સંતાન પણ હતું

મહત્વપૂર્ણ છે કે પતિ પત્ની વચ્ચે ચાલતા પારિવારિક ઝઘડાઓમાં સામાન્ય વાતમાં જ આવા ઝઘડાઓ ઉગ્ર સ્વરૂપે લેતા હોય છે. અને પારિવારિક સંસારી જીવન પણ છિન્નન ભિન્ન થઈ જાય છે .ત્યારે વાપીના છરવાળામાં પણ દોડે દિવસે યુવતીની થયેલી હત્યા નું કારણ પતિ પત્ની વચ્ચે ચાલતો વિવાદ , કોર્ટ કેસ અને પારિવારિક કંકાસ બહાર આવ્યું છે. પરેશ અને સીમાએ લવ મેરેજ કર્યા હતા અને તેમને એક સંતાન પણ છે ત્યારે હવે આ સંતાન ની માતાનું મોત થયું છે અને પિતા લાંબો સમય જેલ માં રહેશે.. જેના કારણે આ દંપતી નું સંતાન નોંધારું બન્યું છે. ત્યારે પતિ પત્ની વચ્ચેનો આ ઝઘડો ફરી એક વખત જીવલેણ સાબિત થયો છે. અને એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad News Valsad Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ