ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 18 થી 19 વર્ષના યુવા મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવી શકશે, ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ
Last Updated: 04:18 PM, 1 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા 18 થી 19 વર્ષના યુવા મતદારોની મતદાર યાદીમાં નામ નોંધણીની ખાસ ઝૂંબેશ શરુ કરવામાં આવી છે. ઓક્ટોબર અને નવેમ્બર માસમાં ચાર રવિવારે મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે જેમાં 18 થી 19 વર્ષના યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. આગામી 11, 18, 25ઓક્ટોબર અને 1 નવેમ્બરે કેમ્પનું ખાસ આયોજન કરાયું છે.
ADVERTISEMENT
ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે
મતદારયાદીમાં નવું નામ નોંધાવવા માટે માત્ર ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે તથા સર પ્રક્રિયામાં બાકાત થયેલા મતદારો પણ નોંધ કરાવી શકશે.
ADVERTISEMENT
સપ્ટેમ્બર 2026માં મોટો નિર્ણય
ચૂંટણી પંચ દ્વારા સપ્ટેમ્બર 2026માં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી નવી નોંધણી કરાવવી વધુ સરળ બનશે. જે રાજ્યો કે વિસ્તારોમાં સઘન સુધારણા (SIR) ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં હવે ઓનલાઈન ફોર્મ-૬ ભરતી વખતે વધારાનું ઘોષણાપત્ર આપવાની જરૂર રહેશે નહીં. અગાઉ નવા મતદારો માટે તેમના માતા-પિતા કે દાદા-દાદીના જૂના વોટર આઈડી કાર્ડની વિગતો લિંક કરવી ફરજિયાત કરાઈ હતી, જે વિવાદ બાદ હવે પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.