ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેર માર્કેટમાં રોકાણકારોના કરોડો ડૂબ્યા, સેંસેક્સમાં 950 અંકનો કડાકો, આ શેર થયા ધડામ

Stock Market Crash / શેર માર્કેટમાં રોકાણકારોના કરોડો ડૂબ્યા, સેંસેક્સમાં 950 અંકનો કડાકો, આ શેર થયા ધડામ

Published By: Bijal Vyas

Last Updated: 02:59 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Crash: ગુરુવારે શેરબજારમાં અચાનક અને ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, બીએસઈ (BSE) સેન્સેક્સ 950 પોઈન્ટ્સ ગગડ્યો હતો.

ADVERTISEMENT

ભારતીય શેરબજારમાં ફરી એકવાર કડાકો બોલી ગયો છે. ઓક્ટોબરના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ ધીમી શરૂઆત કરી હતી, પરંતુ બપોરે 1 વાગ્યા સુધીમાં બંને સૂચકાંકોનું વાતાવરણ એટલું બગડી ગયું કે તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર ધરાવતા સેન્સેક્સમાં 950 થી વધુ પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 319 પોઈન્ટનો ઘટાડો થયો. શેરબજારમાં આવેલી આ અચાનક ઉથલપાથલ વચ્ચે ટાટાથી લઈને મહિન્દ્રા સુધીના મુખ્ય શેરો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા, જેમાં ઓટો ઈન્ડેક્સને સૌથી વધુ ફટકો પડ્યો અને તેમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.

Sensex-Niftyમાં મોટો ઘટાડો, રોકાણકારોમાં ગભરાટ

શેરબજારમાં જોવા મળેલા ઘટાડા વચ્ચે, BSE સેન્સેક્સ 72,192ના સ્તરે ખુલ્યો હતો, જે અગાઉના 72,480ના બંધ ભાવ કરતાં નીચો હતો અને શરૂઆતમાં તેમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. જોકે, બપોરે 1:00 વાગ્યાની આસપાસ ઘટાડાની ગતિએ જોર પકડ્યું, જેના કારણે BSE સેન્સેક્સ ગગડીને 71,527ના સ્તર પર આવી ગયો. અગાઉના ટ્રેડિંગ સેશનના બંધ ભાવની સરખામણીમાં આ 950થી વધુ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

NSE Niftyની વાત છે, તેની ચાલ સેન્સેક્સને અનુરૂપ રહી હતી. 50 શેરનો આ સૂચકાંક અગાઉના 22,620ના બંધ ભાવની સરખામણીએ નીચા સ્તરે એટલે કે 22,543 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ સેન્સેક્સની સાથે ચાલતા તે ઘટીને 22,301 પર આવી ગયો હતો.

આ શેર સૌથી વધારે તૂટ્યો

બજારમાં આવેલી આ ભારે તબાહી વચ્ચે, જો આપણે સૌથી વધુ નુકસાન સહન કરનારા શેરો પર નજર કરીએ, તો તેમાં BSEની લાર્જ-કેપ કેટેગરીના Maruti Share (4.45%), M&M Share (4.35%), Tata Steel Share (3.70%), ITC Share (2.90%), Adani Ports Share (2.74%), BEL Share (2.70%), Eternal Share (2.50%), HUL Share (2.45%) સુધી નીચે આવ્યો.

બીએસઇના મિડકેપ સેક્શનમાં જોઇએ તો, Policy Bazar Share (6.50%), UPL Share (4.07%), Bharat Forge Share (3%), AU Bank Share (2.80%)ના ઘટાડાને લઇ વેપારમાં કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત સ્મટોલકેપ કેટેગરીમાં સામેલ Sansera Share (6.80%), One Source Share (5.50%) ની મોટો ઘટાડો દેખાય છે.

શેર બજારમાં ઘટાડાનુ મોટુ કારણ

શેરબજારમાં આવેલા કડાકા પાછળના મુખ્ય કારણોને ધ્યાનમાં લેતાં, વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલું આક્રમક વેચાણ સૌથી મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવ્યું છે. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં થયેલા વધારાને કારણે આ પ્રવાહને વેગ મળ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રો દરમિયાન બજારમાંથી સતત મૂડીનો પ્રવાહ બહાર જઈ રહ્યો છે; માત્ર 30 સપ્ટેમ્બરના રોજ જ 10,000 કરોડથી વધુની મૂડી બહાર ગઈ હોવાનું નોંધાયું હતું.

આ પણ વાંચોઃ સેન્સેક્સ લાલ, તો નિફ્ટી આ 5 કારણોના લીધે પહોંચ્યો 22500ની નજીક

આ ઉપરાંત, ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે બજારના મનોભાવ પર નકારાત્મક અસર પડી છે. ડોલર સામે રૂપિયો ઘટીને 95.98 ના સ્તરે પહોંચ્યો હતો. દરમિયાન, શેરબજારમાં ભયના સૂચક ગણાતા 'ઈન્ડિયા VIX'માં લગભગ 5%નો વધારો થયો અને તે 14.13 પર પહોંચ્યો.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

share scattered like playing cards sensex nifty fall Stock Market Crash

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ