ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / RBI આપી શકે છે ઝટકો! વધી શકે છે તમારી હોમ-કાર લોનની EMI

બિઝનેસ / RBI આપી શકે છે ઝટકો! વધી શકે છે તમારી હોમ-કાર લોનની EMI

Published By: Pravin Joshi

Last Updated: 07:05 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના વધતા દબાણ અને કાચા તેલના ભાવમાં તેજી વચ્ચે જાપાનની જાણીતી બ્રોકરેજ ફર્મ નોમુરાએ અંદાજ વ્યક્ત કર્યો છે કે RBI આગામી દિવસોમાં વ્યાજદરમાં વધારો કરી શકે છે.

ADVERTISEMENT

વધતી જતી મોંઘવારી અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવી રહેલા ઉછાળા વચ્ચે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. જાપાનની અગ્રણી ગ્લોબલ ફાઈનાન્શિયલ સર્વિસ ગ્રુપ અને બ્રોકરેજ ફર્મ નોમુરા (Nomura) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાની પોલિસી રિવ્યૂ બેઠકોમાં વ્યાજદરોમાં વધારો કરી શકે છે.

RBI-simple

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, RBI આ બંને બેઠકો દરમિયાન 25-25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને દરને 5.75% ના ટર્મિનલ રેટ સુધી લઈ જઈ શકે છે. આ નિર્ણયના પરિણામે હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન પરના વ્યાજદરો વધી જશે, જેનાથી ગ્રાહકોના માસિક હપ્તા (EMI) માં સીધો વધારો થશે.

Home-loan-simple

ફૂડ ઈન્ફ્લેશન અને કચું તેલ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ

નોમુરાના અહેવાલ મુજબ, આગામી 6 મહિના દરમિયાન ખાદ્ય ચીજો (Food Inflation) અને ઉર્જાના ભાવમાં વધારાને કારણે ફુગાવો ઊંચો રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષે નબળા વરસાદ અને ખરીફ પાકની ઓછી વાવણીના કારણે ખાદ્ય ચીજોના ભાવ પર દબાણ વધી રહ્યું છે.

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી ઓગસ્ટમાં 4.8% હતી, જે વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં વધીને 6.3% અને FY27 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 5.3% આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, સરકાર દ્વારા ખાંડ પર સ્ટોક લિમિટ અને ડુંગળીના નિયંત્રિત વેચાણ જેવા નીતિ વિષયક પગલાંથી ભાવોને થોડા અંશે અંકુશમાં રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

emi

આર્થિક વૃદ્ધિ અને મોંઘવારી પર અંદાજ

GDP અને ક્રેડિટ ગ્રોથ: ભારતે બીજા ક્વાર્ટરમાં 7.8% નો રિયલ GDP ગ્રોથ નોંધાવીને સારો દેખાવ કર્યો છે, જ્યારે ઓગસ્ટમાં ક્રેડિટ ગ્રોથ પણ 19.1% ના ડબલ ડિજિટમાં રહ્યો છે.

ગ્રાહક વપરાશ પર અસર: ખાદ્ય પદાર્થોના વધતા ભાવને કારણે સામાન્ય લોકોની વાસ્તવિક આવક (Real Disposable Income) પર અસર પડી શકે છે, જેનાથી બિન-જરૂરી ચીજવસ્તુઓની માંગ ઘટી શકે છે.

દર વધારાની મર્યાદા: રિપોર્ટમાં એવો પણ નિર્દેશ કરાયો છે કે February 2027 થી વ્યાજદરોમાં વધારો થવાની શક્યતા ઘટી જશે, કારણ કે તે સમયે વપરાશ ઘટવાથી ફુગાવો ફરીથી ટાર્ગેટ મુજબ 4% ની આસપાસ આવવાનો અંદાજ છે.

વધુ વાંચો : સચિન તેંડુલકરે OpenAI સાથે કર્યો કરાર, ChatGPTના ઉપયોગ અને AIના ફાયદા વિશે લોકો સાથે અનુભવ શેર કરશે

દરમિયાન, સર્વિસ સેક્ટર પર AI ના વધતા પ્રભાવ અને ગ્લોબલ ફંડિંગના પડકારોને ધ્યાનમાં લેતાં આગામી નાણાકીય વર્ષોમાં કોર ફુગાવો 4.3% થી 4.0% વચ્ચે રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

InterestRates HomeLoan RBIPolicy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ