ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દેશમાં એકસાથે 5 ચક્રવાત સિસ્ટમ પ્રભાવિત, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભુક્કાં બોલાવશે મેઘરાજા

photo-story

8 ફોટો ગેલેરી

આગાહી / દેશમાં એકસાથે 5 ચક્રવાત સિસ્ટમ પ્રભાવિત, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભુક્કાં બોલાવશે મેઘરાજા

Last Updated: 06:25 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાની વાપસી શરૂ થઈ ગઈ હોવા છતાં, હાલ દેશમાં એકસાથે 5 ચક્રવાતી સિસ્ટમ્સ અને 2 ટ્રફ લાઈન સક્રિય હોવાથી અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

1/8

photoStories-logo

1. દેશમાં એકસાથે 5 ચક્રવાત સિસ્ટમ પ્રભાવિત, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભુક્કાં બોલાવશે મેઘરાજા

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસીની રેખા હાલ ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, છતાં પણ દેશના ડઝનથી વધુ રાજ્યોમાં વરસાદી માહોલ થમવાનું નામ લેતો નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના બુલેટિન મુજબ, દેશના જુદા જુદા ભાગોમાં એકસાથે 6 હવામાન સિસ્ટમ્સ સક્રિય છે, જેમાંથી 5 ચક્રવાતી પરિસંચરણ (Cyclonic Circulations) છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. અલગ-અલગ ચક્રવાતી સિસ્ટમ્સ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મ્યાનમારના દરિયાકાંઠા અને બંગાળની ખાડી, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ અસમ, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્ર ઉપર અલગ-અલગ ચક્રવાતી સિસ્ટમ્સ બનેલી છે. આ ઉપરાંત, દક્ષિણ તેલંગાણાથી મન્નારની ખાડી અને ઉત્તર કર્ણાટકથી તમિલનાડુ સુધી 2 ટ્રફ રેખાઓ પણ સક્રિય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની અગાહી

દક્ષિણ ભારત: આ સક્રિય સિસ્ટમ્સના કારણે આગામી 4 થી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, કેરળ, રાયલસીમા, તટીય આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને 50 થી 60 km/h ની ઝડપે પવન ફુંકાવાનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પૂર્વોત્તર ભારત

મ્યાનમારની ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરથી આગામી 2 દિવસ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલયમાં ગાજવીજ અને 40 થી 50 km/h ના પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતનું હવામાન

પહાડી અને ઉત્તર ભારતીય રાજ્યો: 29 September થી 2 October દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મધ્ય અને પૂર્વ ભારત

મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 1 October સુધી વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે અંદમાન-નિકોબાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં 5 October સુધી વરસાદી ઝાપટાં જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ગુજરાત અને મહારાષ્ટ્ર

પશ્ચિમ ભારતના કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાત ક્ષેત્રમાં 1 October સુધી કેટલીક જગ્યાઓએ હળવો કે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. દિલ્હી-NCR માં કેવું રહેશે હવામાન?

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવા વરસાદી ઝાપટાંના કારણે તાપમાનમાં 1 થી 2°C નો ઘટાડો નોંધાયો છે. જોકે, IMD મુજબ 30 September થી 2 October દરમિયાન દિલ્હી-NCR માં આકાશ મુખ્યત્વે સાફ રહેશે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 32°C થી 35°C અને લઘુત્તમ તાપમાન 20°C થી 23°C વચ્ચે રહેવાની અગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate IMDAlert Monsoon2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ