ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં અસામાજિક તત્વોએ પાર્કિંગ પડેલા વાહનોના ભુક્કા બોલાવ્યાં, યુવકને મારવા આવ્યાં હતા ન મળતાં ઉશ્કેરાયા
Last Updated: 07:05 PM, 29 September 2026
ADVERTISEMENT
અમદાવાદના વટવામાં અસામાજિક તત્વોએ ઉત્સવ ફ્લેટમાં પાર્ક કરેલા 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાથી ફ્લેટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વટવા પોલીસે અસામાજિક તત્વોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.
ADVERTISEMENT
મોડી રાતે વાહનોમાં કરી ભારે તોડફોડ
પોલીસ કસ્ટડી ના જોવા મળતા આરોપી અરુણ આહીરની તોડફોડ કેસમાં વટવા પોલીસે ધરપકડ કરી છે.. ઘટનાની વાત કરીએ તો વટવાના ઉત્સવ ફ્લેટમાં મોડી રાત્રે અચાનક કાચ તૂટવાના અને વાહનોમાં તોડફોડના અવાજથી રહીશો ચોંકી ઉઠ્યા...ફ્લેટની નીચે જોતા આઠ શખ્સો તલવાર અને ધોકા લઈને વાહનોમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા. આ અસામાજિક તત્વોએ પાર્કિંગમાં રહેલી 5 રિક્ષા, 3 કાર અને 8 જેટલા ટુ-વ્હીલરમાં તોડફોડ કરીને નુકસાન કર્યું.. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી..એટલું જ નહીં તોડફોડ કર્યા બાદ અસામાજિક તત્વોએ ફ્લેટના રહીશોને અપમાનજનક શબ્દો કહી ઉશ્કેરવાનો પ્રયાસ પણ કર્યો હતો...રહીશોએ બૂમાબૂમ કરતા તમામ આરોપીઓ કાર અને ટુ-વ્હીલર પર બેસી ફરાર થઈ ગયા હતા.. આ સમગ્ર ઘટનાને લઈને ફ્લેટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને રહીશોએ અસામાજિક તત્વોમાં કાયદાનો ડર નહિ હોવાનું કહીને રોષ વ્યકત કર્યો હતો.
ADVERTISEMENT
તોડફોડ પાછળ જૂની અદાવત
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર તોડફોડ પાછળ જૂની અદાવત હોવાનું ખુલ્યું છે.. એક કિશન તોમર નામના યુવક સાથે થોડા દિવસ અગાઉ પી.ડી. પંડ્યા કોલેજ પાસે ઝઘડો થયો હતો.આ જ ઝઘડાની અદાવત રાખીને રોનક પંચાલ ઉર્ફે ગનુ સહિતના શખ્સો કિશનને શોધવા માટે ઉત્સવ ફ્લેટ પાસે આવ્યા હતા.પરંતુ કિશન ત્યાં ન મળતા આરોપીએ ગુસ્સો ફ્લેટના રહીશોના વાહનો પર ઉતાર્યો..આ ઘટનાની જાણ થતાં વટવા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે રોનક પંચાલ ઉર્ફે ગનુ, હર્ષ પંચાલ, અરુણ આહીર, સોનુ પંચાલ સહિત કુલ 8 શખ્સો સામે તોડફોડ અને રાયોટિંગ ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે... પોલીસે એક આરોપી અરુણ આહીરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રાજકોટમાં શાકભાજી વેચનારાએ ચલણી નોટો છાપવાનું શરુ કર્યું, પોલીસે પાડ્યો ખેલ પર 'પડદો'
આરોપીઓને કરાવાયું કાયદાનું ભાન
ADVERTISEMENT
વટવા પોલીસે તલવાર અને ધોકા લઈને ફ્લેટમાં ઘૂસી આતંક મચાવનાર શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.