ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / કુરાશ, શૂટિંગથી લઈને એથ્લેટિક્સ સુધી ભારતનો દબદબો, એક જ દિવસમાં 8 મેડલ જીત્યા, મેડલ ટેલીમાં ભારતનું શાનદાર પ્રદર્શન

Asian Games 2026 / કુરાશ, શૂટિંગથી લઈને એથ્લેટિક્સ સુધી ભારતનો દબદબો, એક જ દિવસમાં 8 મેડલ જીત્યા, મેડલ ટેલીમાં ભારતનું શાનદાર પ્રદર્શન

Published By: Nirav Kumar

Last Updated: 10:05 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સ 2026માં 28 સપ્ટેમ્બરે ભારતે એથ્લેટિક્સ, શૂટિંગ અને કુરાશમાં શાનદાર પ્રદર્શન કરી એક જ દિવસમાં 8 મેડલ જીત્યા છે. જેનાથી કુલ મેડલ 45 થયા છે.

ADVERTISEMENT

જાપાનના આઇચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં 28 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે સુવર્ણ અક્ષરે લખાય તેવો રહ્યો. જેમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી એક જ દિવસમાં કુલ 8 મેડલ જેમાં 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ પોતાના નામે કર્યા છે. આ સાથે જ આ સ્પર્ધામાં ભારતની કુલ મેડલ સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે.

જેવલિન અને લોંગ જમ્પમાં ભારતનો દબદબો

જેમાં પુરુષોની જેવલિન થ્રો ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ બેવડી સફળતા મેળવી હતી. જેમાં યશવીર સિંહે 85.72 મીટરનો વ્યક્તિગત થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે રોહિત યાદવે 84.68 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ પર કબ્જો કર્યો હતો. તો લોંગ જંપમાં મુરલી શ્રીશંકરે પગની ઈજાની પીડા છતાં અદ્ભુત ખંત દર્શાવી. તેમને 8.07 મીટરનો લાંબો કૂદકો લગાવીને દેશ માટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

શૂટિંગ અને એથ્લેટિક્સમાં સફળતા

શૂટિંગમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાના રોમાંચક ફાઈનલમાં ઈશા સિંહે સચોટ નિશાનો સાધીને સિલ્વર મેડલ દેશને અપાવ્યો. જયારે ટ્રેક એન્ડ ફીલ્ડમાં 1500 મીટર દોડમાં ગુલવીર સિંહે શાનદાર ઝડપ દર્શાવી સિલ્વર મેડલ મેળવ્યો. જ્યારે મહિલાઓની 5000 મીટર દોડમાં પારુલ ચૌધરીએ અને 400 મીટર હર્ડલ્સમાં વિથ્યા રામરાજે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે કુરાશમાં મહિલાઓની 78 કિલોગ્રામ કેટેગરીમાં પિંકી બલહારાએ બ્રોન્ઝ મેડલ જીતીને દિવસની શરૂઆત યાદગાર બનાવી હતી.

વધુ વાંચો : સચિન તેંડુલકરે OpenAI સાથે કર્યો કરાર, ChatGPTના ઉપયોગ અને AIના ફાયદા વિશે લોકો સાથે અનુભવ શેર કરશે

ટીમ ઈવેન્ટ્સમાં દમદાર વિજય

ભારતીય પુરુષ હોકી ટીમે એકતરફી મેચમાં બાંગ્લાદેશને 10-0થી કચડીને પોતાની તાકાત બતાવી હતી. તો સ્ક્વોશમાં ભારતની પુરુષ 3-0 અને મહિલા 2-1 બંને ટીમોએ ચીન સામે જીત મેળવી હતી. આ સાથે ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેનો મેચ વરસાદના કારણે રદ થઈ હતી. પરંતુ બહેતર રેન્કિંગના આધારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

athletics Asian Games medals

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ