ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / VIDEO : વ્હાઈટ શોર્ટ્સમાં નખરાં! ગાંધીનગરમાં કેનાલની પાળ ઊભા રહી યુવતીએ કર્યું જોખમી ફોટોશૂટ

આવું ન કરો / VIDEO : વ્હાઈટ શોર્ટ્સમાં નખરાં! ગાંધીનગરમાં કેનાલની પાળ ઊભા રહી યુવતીએ કર્યું જોખમી ફોટોશૂટ

Published By: Hiralal Parmar

Last Updated: 09:51 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં એક યુવતીએ કેનાલની પાળ પર ઊભા રહીને જોખમી ફોટોશૂટ કરાવ્યું હતું જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયાની દુનિયામાં રાતોરાત ફેમસ થવા માટે લોકો જીવનું જોખમ ખેડતાં પણ અચકાતા નથી. આવી ઘેલછામાં ઘણી વાર જીવ ગુમાવવો પડતો હોય છે છતાં પણ લોકો ચેતવાનું નામ લેતા નથી, તાજેતરમાં ફોટોશૂટ-વીડિયો શૂટની ઘેલછામાં એક યુવતીએ આવું જ જોખમી કામ કર્યું હતું, એ સારુ થયું કે કંઈ ન થયું, હકીકતમાં આવી સ્થિતિમાં કંઈ પણ થઈ શકે.

ગાંધીનગરમાં યુવતીનું જોખમી ફોટોશૂટ

ગાંધીનગરમાં એક કેનાલની પાળે ઊભા રહીને યુવતિએ જોખમી ફોટોશૂટ કરાવ્યું હતું. જેનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી સફેદ શોર્ટસમાં કેનાલની પાળે ઊભેલી દેખાય છે અને તેની સામે એક પુરુષ કેમેરા વડે શૂટીંગ કરી રહ્યો છે.

ફોટોશૂટ બાદ વીડિયો વાયરલ

યુવતીએ ફોટોશૂટ બાદ વીડિયો અપલોડ કર્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો ગાધીનગર કેનાલનો હોવાનું અનુમાન છે.

વધુ વાંચો : ગુજ્જુ લવ ગુરુના પરિવાર પર આર્થિક મદદનો વરસાદ, જાણો કેટલી મળી સહાય, કોને નામે કેટલી FD?

22 ડિસેમ્બર 2021ની ઘટનાની યાદ તાજી થઈ

ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બર 2021ના રોજ ફોટોશૂટના ચક્કરમાં 4 લોકોના મોત થયા હતા જે ઘટનાની યાદ તાજી થઈ છે. ગાંધીનગરના રાયપુર પાસેની કેનાલમાં ગોઝારી ઘટના બની હતી. અમદાવાદના કૃષ્ણનગરના 6 યુવકો બર્થ ડેની ઉજવણી બાદ ફોટોશૂટ કરાવી રહ્યા હતા. જેમાંથી 4 લોકોના ડૂબી જતા ચકચાર મચી હતી. યુવકો બર્થડેની ઉજવણી બાદ ફોટોશૂટ કરાવી રહ્યાં હતા ત્યારે અચાનક જ બેલેન્સ ગુમાવતાં 4 યુવકો કેનાલમાં પડી ગયા હતા. પાણીનું વહેણ એટલું વધારે હતું કે કેનાલમાં પડ્યા બાદ તરત જ ચારેય યુવાનો તણાઇ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar risky photoshoot Gandhinagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ