ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજ્જુ લવ ગુરુના પરિવાર પર આર્થિક મદદનો વરસાદ, જાણો કેટલી મળી સહાય, કોને નામે કેટલી FD?

વાવ થરાદ / ગુજ્જુ લવ ગુરુના પરિવાર પર આર્થિક મદદનો વરસાદ, જાણો કેટલી મળી સહાય, કોને નામે કેટલી FD?

Published By: Hiralal Parmar
Reported By: Vashram Chaudhary

Last Updated: 07:23 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજ્જુ લવ ગુરુના અકાળે અવસાન બાદ તેમના પરિવાર પર આર્થિક મદદનો વરસાદ વરસ્યો છે. જે સહાય ભેગી કરવાનો ટાર્ગેટ રખાયો હતો જેના કરતાં પણ ઘણી સહાય મળી છે.

ADVERTISEMENT

વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં કરોડો લોકોના દિલમાં સ્થાન જમાવનાર કન્ટેન્ટ ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડના અકસ્માતમાં અવસાન બાદ તેમના પરિવાર પર આર્થિક મદદનો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ઓનલાઈન માધ્યમથી પરિવારને ₹2.96 કરોડની સહાય મળી છે. વિદેશી કરન્સીમાં માં 1873 ડોલર આવ્યાં છે. પરિવારને મળેલી આર્થિક સહાયના ઉપયોગ અંગે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી જાહેર કરવામાં આવી હતી.

પરિવારના કયા સભ્યને નામે શું જોગવાઈ કરાઈ?

મળેલી સહાયમાંથી 'ગુજ્જુ લવ ગુરુના પિતાના નામે ₹40 લાખની, ભાઈના નામે ₹1 કરોડની, પત્નીના નામે ₹41 લાખની, બંને બાળકોના નામે ₹41-41 લાખની તથા બંને બહેનોના નામે ₹11-11 લાખની F.D. કરવામાં આવી છે.

દીકરાના નામે જમીન ખરીદવાનો નિર્ણય

બીજા એક મોટા નિર્ણયમાં ગુજ્જુ લવ ગુરુના દીકરાના નામે ₹53.71 લાખના ખર્ચે જમીન ખરીદવાનો નિર્ણય લેવાયો છે.

₹2 કરોડની સહાયના ટાર્ગેટ સામે 3.60 કરોડ મળ્યાં

ચંદન રાઠોડના પરિવારની અત્યંત દયનીય સ્થિતિ જોતાં સેવાભાવી અગ્રણીઓ દ્વારા ₹2 કરોડની આર્થિક સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા ચાહકો અને દાતાઓએ મુક્ત મને દાન આપતાં આ આંકડો અંદાજે ₹3.60 કરોડને વટાવી ગયો છે.

આ પણ વાંચોઃ ના હોય! એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટીમમાં એક જ નામના 7 ખેલાડી, સૌ કોઈ હેરાન

19 સપ્ટેમ્બરે બાઈક અકસ્માતમાં મોત

ઉલ્લેખનીય છે કે ગત 19 સપ્ટેમ્બરે વાવ-થરાદના 'ગુજ્જુ લવ ગુરુ' નામે લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું બાઈક અકસ્માતમાં મોત થયું હતું. તેમના અવસાનને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભાભર પોલીસ સ્ટેશનના PI હરેશકુમાર એલ. જોશી એ VTV News Digital સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ચંદન રાઠોડનું મોત માર્ગ અકસ્માતની ઘટનામાં થયું છે. પ્રાથમિક માહિતી મુજબ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું નિધન થયું હોવાનું PIએ જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujju love guru gujju love guru death Chandan Rathod

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ