ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનાગઢમાં કાકાએ પરિણીત ભત્રીજીની હત્યા કરીને ઝેરી દવા ગટગટાવી, પ્રેમસંબંધમાં ન ફાવતાં ભર્યું પગલું

ક્રાઈમ / જુનાગઢમાં કાકાએ પરિણીત ભત્રીજીની હત્યા કરીને ઝેરી દવા ગટગટાવી, પ્રેમસંબંધમાં ન ફાવતાં ભર્યું પગલું

Published By: Hiralal Parmar

Last Updated: 05:23 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામમાં પ્રેમસંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. પરિણીત ભત્રીજીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કર્યા બાદ કૌટુંબિક કાકાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન કાકાનું પણ મોત થતાં સમગ્ર ઘટના બેવડા મોતમાં પરિણમી છે. પ્રાથમિક પોલીસ તપાસમાં પ્રેમસંબંધના કારણે હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાડીમાંથી મળી લાશ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની વાડી વિસ્તારમાં 24 સપ્ટેમ્બરના રોજ 40 વર્ષીય સુમિતાબેન ગોહિલની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુમિતાબેન વાડીમાં આવેલા રૂમમાં હતા તે દરમિયાન અજાણ્યા શખ્સે તેમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી સુમિતાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો ઉકેલવા તપાસ શરૂ કરી હતી. ઝેરી દવા પી જતાં કાકાનું પણ મોત પોલીસે હત્યાના ગુનાની તપાસ દરમિયાન પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક સુમિતાબેનના કૌટુંબિક કાકા અરજણભાઈ ગોવિંદભાઈ ભાડેલિયાએ ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસની પૂછપરછમાં અરજણભાઈએ સુમિતાબેન સાથે પ્રેમસંબંધ હોવાની અને આ સંબંધના કારણે હત્યાને અંજામ આપ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હત્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવવાના ઇરાદે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું.અરજણભાઈ છેલ્લા ત્રણેક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે આજે સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું છે. આમ, પ્રેમસંબંધના વિવાદમાં પહેલા પરણિત ભત્રીજીની હત્યા અને ત્યારબાદ કાકાના મોતથી સમગ્ર ઘટનાનો કરુણ અંત આવ્યો છે. પ્રેમપરા ગામની આ ઘટનામાં હત્યા, આપઘાતના પ્રયાસ અને ત્યારબાદ આરોપીના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામમાં પ્રેમસંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. પરિણીત ભત્રીજીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કર્યા બાદ કૌટુંબિક કાકાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન કાકાનું પણ મોત થતાં સમગ્ર ઘટના બેવડા મોતમાં પરિણમી છે. પ્રાથમિક પોલીસ તપાસમાં પ્રેમસંબંધના કારણે હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વાડીમાંથી મળી લાશ

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની વાડી વિસ્તારમાં 24 સપ્ટેમ્બરના રોજ 40 વર્ષીય સુમિતાબેન ગોહિલની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુમિતાબેન વાડીમાં આવેલા રૂમમાં હતા તે દરમિયાન અજાણ્યા શખ્સે તેમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી સુમિતાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો ઉકેલવા તપાસ શરૂ કરી હતી.

ઝેરી દવા પી જતાં કાકાનું પણ મોત

પોલીસે હત્યાના ગુનાની તપાસ દરમિયાન પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક સુમિતાબેનના કૌટુંબિક કાકા અરજણભાઈ ગોવિંદભાઈ ભાડેલિયાએ ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસની પૂછપરછમાં અરજણભાઈએ સુમિતાબેન સાથે પ્રેમસંબંધ હોવાની અને આ સંબંધના કારણે હત્યાને અંજામ આપ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હત્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવવાના ઇરાદે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું.અરજણભાઈ છેલ્લા ત્રણેક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે આજે સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું છે. આમ, પ્રેમસંબંધના વિવાદમાં પહેલા પરણિત ભત્રીજીની હત્યા અને ત્યારબાદ કાકાના મોતથી સમગ્ર ઘટનાનો કરુણ અંત આવ્યો છે. પ્રેમપરા ગામની આ ઘટનામાં હત્યા, આપઘાતના પ્રયાસ અને ત્યારબાદ આરોપીના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ