ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાત મામલે મોટા સમાચાર, ABVPએ લગાવ્યા ગંભીર આક્ષેપ, યુનિવર્સિટીની બેદરકારીએ જીવ ગયો
Last Updated: 12:45 PM, 28 September 2026
ADVERTISEMENT
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાતના બનાવ બાદ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ABVPના પુષ્પરાજસિંહ ઝાલાએ યુનિવર્સિટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
પુષ્પરાજસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેફ્ટી નેટ લગાવવાની રજૂઆત અગાઉ કરવામાં આવી હતી. જોકે, તેમના આક્ષેપ મુજબ યુનિવર્સિટી તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગની પૂરતી વ્યવસ્થા પણ જોવા મળતી નથી. વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ હોવાના આક્ષેપ સાથે તેમણે યુનિવર્સિટી તંત્રની જવાબદારી અને સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT

ABVPના આક્ષેપ મુજબ, વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રકારની પેનલ્ટીના નામે નાણાં વસૂલવામાં આવે છે અને તેના કારણે વિદ્યાર્થીઓ પર દબાણ ઊભું થાય છે. આ મુદ્દે પણ યુનિવર્સિટી તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીના આપઘાતના બનાવને પગલે સમગ્ર મામલે સુરક્ષા વ્યવસ્થા, સેફ્ટી નેટ અંગેની અગાઉની રજૂઆતો અને વિદ્યાર્થીઓ માટેની કાઉન્સેલિંગ વ્યવસ્થા અંગે તપાસની માગ ઉઠી છે.
જોકે, ABVP દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે મારવાડી યુનિવર્સિટી તરફથી સત્તાવાર પ્રતિક્રિયા ઉપલબ્ધ થાય ત્યારબાદ બંને પક્ષોની વાત સાથે સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થઈ શકે છે.
ADVERTISEMENT

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી વધુ એક વાર વિવાદમાં આવી છે. સાત દિવસમાં વિદ્યાર્થીના આપઘાતનો બીજો બનાવ સામે આવ્યો છે. 25 સપ્ટેમ્બરે મારવાડી યુનિવર્સિટીમાં મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હિંમત ગંદમાનએ યુનિવર્સિટી કેમ્પસમાંથી જ છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. હિંમત ગંદમાન કમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
ADVERTISEMENT
બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો
મારવાડી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ એવું કહ્યું કે વિદ્યાર્થી હેમંત ગંદમાન યુનિવર્સિટીના બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. આ વિદ્યાર્થી ભણવામાં રેગ્યુલર હતો. તે બેગ વગર યુનિવર્સિટીમાં પ્રવેશ્યો હતો અને સીધો છઠ્ઠા માળે પહોંચી અને ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી.
ADVERTISEMENT
યુનિવર્સિટીમાં 'બધું ઓલ ઈઝ વેલ નહીં'
સાત દિવસમાં બે વિદ્યાર્થીઓના આપઘાત અને અગાઉના બીજા વિવાદોને કારણે મારવાડી યુનિવર્સિટીમાં બધુ સમુ સુથરુ ચાલતું હોવાનું જણાતું નથી. વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે કે મરવા માટે? તે પણ એક સળગતો સવાલ છે.
19 સપ્ટેમ્બરે પણ વિદ્યાર્થિનીએ કર્યો હતો આપઘાત
19 સપ્ટેમ્બર એટલે સાત દિવસ પહેલા જ મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10મા માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જે મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા હતી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI બેઝ અભ્યાસ કરતી હતી.
24 સપ્ટેમ્બરે શું બન્યું હતું?
ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરના રોજ મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની 19 વર્ષની વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સોભાર્નિકાનું ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી પડી જવાથી મોત થયું હતું. 2019થી 2026ના સાત વર્ષના સમયગાળામાં હોસ્ટેલમાં થયેલા રહસ્યમય મૃત્યુ, રેગિંગ અને અત્યાચારના આરોપોથી લઈને નશીલા પદાર્થો, વિદેશી વિદ્યાર્થીઓને લઈને વિવાદો અને અન્ય વિવાદાસ્પદ નવ જેટલી ઘટનાઓ સુધી—મારવાડી યુનિવર્સિટી સાથે જોડાયેલા વિવાદાસ્પદ બનાવોની યાદી ખૂબ લાંબી છે.
સપ્ટેમ્બર, 2026: આંધ્રપ્રદેશની 19 વર્ષની વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સોભાર્નિકાનું ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી પડી જવાથી મોત. મોતનું કારણ હજુ પોલીસ તપાસ હેઠળ
જાન્યુઆરી, 2026: તેલંગાણાના 18 વર્ષના વિદ્યાર્થી શેરેડ્ડી સાઈરામનો હોસ્ટેલ રૂમમાંથી મૃતદેહ મળ્યો; મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એ જ વર્ષે મે મહિનામાં પ્રોફેસરનો કથિત ન્યૂડ વીડિયો કોલ વાઈરલ થતાં તપાસ કમિટી રચાઈ.
2025: રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને સ્થાનિકોમાં તણાવ; નશા અને દેહવ્યાપારના આક્ષેપો થયા, પરંતુ આ આરોપો સાબિત થયેલા નથી. ઓગસ્ટમાં બે વિદેશી વિદ્યાર્થીઓનો વીડિયો વાઈરલ થતાં ફરી રજૂઆત થઈ.
સપ્ટેમ્બર, 2024: ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીનો બીજી વિદ્યાર્થિનીનો કથિત વીડિયો બનાવ્યાના આરોપ બાદ હોબાળો અને મારામારી; પોલીસ બોલાવવી પડી.
2024: વિદેશી વિદ્યાર્થી અને સ્થાનિક વચ્ચેના વિવાદ બાદ તણાવ સર્જાયો; પોલીસ દ્વારા બંને પક્ષનાં નિવેદનો લેવાયા, પરંતુ એફઆઈઆર નોંધાઈ નહોતી.
એપ્રિલ, 2023: બોયઝ હોસ્ટેલની સી વિંગ નજીક ગાંજાના 23 છોડ મળી આવ્યા; એફએસએલ પુષ્ટિ બાદ પોલીસે એનડિપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો.
સપ્ટેમ્બર, 2022: હોસ્ટેલમાં પાર્થ પંડ્યાની આત્મહત્યા, શરૂઆતમાં તે વિદ્યાર્થી હતો કે કર્મચારી તે અંગે પણ પોલીસ સ્પષ્ટ નહોતી.
ઓક્ટોબર 2022: પ્રથમ વર્ષના 19 વર્ષના વિદ્યાર્થી સાથે રેગિંગના નામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આરોપ, પાંચ સામે ગુનો નોંધાયો અને યુનિવર્સિટીએ એન્ટી-રેગિંગ કાર્યવાહી શરૂ કરી.
જાન્યુઆરી 2019: 20 વર્ષના BCA વિદ્યાર્થી નીલ ઠક્કરનું હોસ્ટેલના ૧૧મા માળેથી પડી જવાથી મોત, હોસ્ટેલ રેક્ટરની ભૂમિકાની પણ પોલીસ તપાસ થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT