ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / અજ્ઞાતવાસ મુદ્દે ભાજપના ઋષિકેશ પટેલે કર્યા પ્રહાર; "કોંગ્રેસને એમના ઉમેદવારો પર વિશ્વાસ નથી"
Last Updated: 12:10 PM, 28 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાના મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસના આંતરિક રાજકારણ અને ઉમેદવારોને લઈને પક્ષમાં વિશ્વાસના અભાવના આક્ષેપો કર્યા છે.
ADVERTISEMENT

પક્ષમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું
ADVERTISEMENT
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક કલહ હોવાના કારણે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાની જરૂર પડી રહી છે. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ રહ્યો નથી અને આંતરિક રાજકારણના કારણે પક્ષમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.

ADVERTISEMENT
ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, કોંગ્રેસના આંતરિક વિવાદને કારણે જ તેના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે સામે આવેલા આ નિવેદનથી બંને પક્ષો વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ વધુ તેજ બનવાની શક્યતા છે.
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને બંને પક્ષો દ્વારા સંગઠન મજબૂત કરવાની સાથે પોતાના ઉમેદવારોને એકજૂથ રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT