ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / TATA Aeris લોન્ચ: નવી કોમ્પેક્ટ સેડાનમાં 360° કેમેરા, 6 એરબેગ્સ સહિતના ફીચર્સ, પેટ્રોલ- CNG એન્જિન સાથે આવી કાર

ઓટો / TATA Aeris લોન્ચ: નવી કોમ્પેક્ટ સેડાનમાં 360° કેમેરા, 6 એરબેગ્સ સહિતના ફીચર્સ, પેટ્રોલ- CNG એન્જિન સાથે આવી કાર

Published By: Jinal Chauhan

Last Updated: 02:09 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા મોટર્સે આજે નવી કોમ્પેક્ટ સેડાન Tata Aeris લોન્ચ કરી છે. આ કારને કંપનીએ Tigorની જગ્યાએ નવી ઓળખ અને અપડેટેડ ડિઝાઇન સાથે રજૂ કરી છે. કારમાં 360 ડિગ્રી કેમેરા, 6 એરબેગ્સ, ડિજિટલ ડિસ્પ્લે અને અન્ય ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ટાટા મોટર્સે નવી કોમ્પેક્ટ સેડાન Tata Aeris લોન્ચ કરી છે. કારમાં 360 ડિગ્રી કેમેરા, 6 એરબેગ્સ, ડેશકેમ સહિતના અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. Tata Aerisને પેટ્રોલ અને CNG બંને એન્જિન વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી છે.કારની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹5.29 લાખ રાખવામાં આવી છે.

Tigorની જગ્યાએ આવી Tata Aeris

Tata Aeris સબ-4 મીટર કોમ્પેક્ટ સેડાન છે અને તેનું સીધું માર્કેટ કોમ્પિટિશન Maruti Suzuki Dzire, Hyundai Aura અને Honda Amaze જેવી કાર સાથે રહેશે. કારમાં જૂની Tigorની સરખામણીમાં ડિઝાઇન, ઇન્ટિરિયર અને ફીચર્સમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.Aerisનું કેબિન Tata Tiagoના અપડેટેડ મોડલથી પ્રેરિત છે. તેમાં ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને અન્ય પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે. કારને ખાસ કરીને પર્સનલ કાર તરીકે વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

360° કેમેરા અને 6 એરબેગ્સ સહિતના ફીચર્સ

Tata Aerisમાં 10.25 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ મળે છે. કેટલાક વેરિઅન્ટમાં વાયરલેસ ચાર્જિંગ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, રિયર AC વેન્ટ્સ અને કનેક્ટેડ કાર ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.સેફ્ટીની વાત કરીએ તો કારમાં 6 એરબેગ્સ, ABS, EBD, હિલ હોલ્ડ કંટ્રોલ, TPMS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ISOFIX જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઇન-બિલ્ટ ડેશકેમ અને બ્લાઇન્ડ વ્યૂ મોનિટરિંગ જેવા ફીચર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પેટ્રોલ અને CNG એન્જિનનો વિકલ્પ

Tata Aerisમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ મોડમાં આ એન્જિન 86 PSની પાવર અને 113 Nmનો ટોર્ક જનરેટ કરે છે. CNG વર્ઝનમાં પાવર લગભગ 76 PS અને ટોર્ક 97 Nm છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સના વિકલ્પો મળે છે.CNG મોડલમાં ટાટાની ડ્યુઅલ-સિલિન્ડર ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ટેક્નોલોજી ટાટાની અન્ય CNG કારમાં પણ જોવા મળે છે. CNG સાથે AMTનો વિકલ્પ પણ Aerisની ખાસિયતોમાં સામેલ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આ ખેડૂતોની 24મો હપ્તો અટકી શકે, ક્યાંક તમારું નામ તો નથી ને? જાણો કયા ખેડૂતોને ₹2,000નો લાભ નહીં મળે

કિંમત ₹5.29 લાખથી શરૂ

Tata Aerisની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹5.29 લાખ રાખવામાં આવી છે. CNG વેરિઅન્ટની શરૂઆતની કિંમત ₹6.29 લાખ છે. લોન્ચ સમયે જાહેર થયેલી કિંમતો મુજબ પેટ્રોલના અલગ-અલગ વેરિઅન્ટની કિંમતમાં વધારો થાય છે, જ્યારે CNG વેરિઅન્ટ પણ અલગ વેરિઅન્ટ પ્રમાણે ઉપલબ્ધ છે.કંપનીએ આ કારને કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં નવી ડિઝાઇન અને વધારે ફીચર્સ સાથે રજૂ કરી છે. Aerisનું મુખ્ય મુકાબલો Maruti Suzuki Dzire, Hyundai Aura અને Honda Amaze સાથે રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tata Aeris Price Tata Aeris Tata Aeris Features

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ