ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / GTA 6માં ભારતીયોનો જલવો, દુનિયાની સૌથી મોટી ગેમ પાછળ છે બેંગલુરુના 1600થી વધુ ટેલેન્ટેડ લોકો

ટેક / GTA 6માં ભારતીયોનો જલવો, દુનિયાની સૌથી મોટી ગેમ પાછળ છે બેંગલુરુના 1600થી વધુ ટેલેન્ટેડ લોકો

Published By: Nirav Kumar

Last Updated: 10:24 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GTA 6નું નામ સાંભળતા જ દુનિયાભરના ગેમર્સમાં ઉત્સાહ જોવા મળે છે પરંતુ આ ગેમ પાછળ ભારતીય ડેવલપર્સની કેટલી મોટી મહેનત છે તે જાણીને તમને પણ ગર્વ થશે. જેમાં બેંગલુરુના 1600થી વધુ ડેવલપર્સે આ ગ્લોબલ ગેમિંગ પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ADVERTISEMENT

GTA 6ની ચર્ચા આખી દુનિયામાં ચાલી રહી છે. જેમાં કોઈ તેના શાનદાર ગ્રાફિક્સની વાત કરે છે તો કોઈ તેના વિશાળ ગેમ વર્લ્ડ અને વર્ષોની રાહની. જેમાં કમાણીમાં પણ આ ગેમ રેકોર્ડ તોડી રહી છે. પણ આ સફળતા પાછળ એક એવી વાત છુપાયેલી છે જે ભારતીયો માટે ખાસ ગર્વની છે.

આ ગ્લોબલ હિટ ગેમ બનાવવામાં સૌથી વધુ યોગદાન ભારતીય ડેવલપર્સનું છે. જેમાં અહેવાલો મુજબ આશરે 1615 ભારતીય ડેવલપર્સે GTA 6 પર કામ કર્યું છે. આ બાબતમાં અમેરિકા પણ પાછળ છે, જ્યાંથી 1441 ડેવલપર્સે યોગદાન આપ્યું છે. સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને કેનેડા ત્યારબાદ આવે છે. કુલ મળીને આશરે 6000 ડેવલપર્સે આ ગેમ પર કામ કર્યું છે, જેમાં ભારત સૌથી આગળ છે.

આ અંગે બેંગલુરુ સાઉથના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રોકસ્ટાર ઇન્ડિયાના બેંગલુરુ સ્ટુડિયોમાં 1600થી વધુ ડેવલપર્સે આ ગેમને આકાર આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમને આને ભારતના ગેમિંગ ટેલેન્ટ માટે મોટી સિદ્ધિ ગણાવી હતી.

બેંગલુરુમાં એક કમ્પ્યુટરથી શરૂ થયેલી સફર

આ સ્ટોરી સમજવા માટે લગભગ ત્રણ દાયકા પાછળ જવું પડે. જેમાં 1995માં રાજેશ રાવે બેંગલુરુમાં માત્ર એક કમ્પ્યુટર અને ડાયલ-અપ મોડેમ સાથે કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં મલ્ટીમીડિયા સોફ્ટવેર અને ટ્રેનિંગનું કામ થતું હતું. 1997માં તેમને ગેમ ડેવલપમેન્ટ તરફ પગલું ભર્યું અને ધ્રુવ ઇન્ટરએક્ટિવની સ્થાપના કરી.

તે સમયે ભારતમાં વીડિયો ગેમ બનાવવાનું માર્કેટ ખૂબ લિમિટેડ હતું. છતાં ધ્રુવ ઇન્ટરએક્ટિવે વિદેશી કંપનીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. જેમાં ધીમે ધીમે તેમની ટીમે માઇક્રોસોફ્ટની ફોર્ઝા મોટરસ્પોર્ટ જેવી મોટી ગેમ સિરીઝ માટે કાર, રેસ ટ્રેક, કેરેક્ટર અને એન્વાયરમેન્ટ તૈયાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું.

રોકસ્ટારે 2019માં ખરીદી લીધી ધ્રુવ ઇન્ટરએક્ટિવ

2019માં આ સફરને નવો વળાંક મળ્યો. જેમાં રોકસ્ટાર ગેમ્સે સ્વીડનની કંપની સ્ટારબ્રીઝ પાસેથી ધ્રુવ ઇન્ટરએક્ટિવને આશરે 7.9 મિલિયન ડોલરમાં ખરીદી લીધી. આ સોદા બાદ લગભગ 300 લોકો રોકસ્ટાર ગેમ્સનો ભાગ બન્યા. આ માત્ર એક કંપનીની વેચાણ નહોતી પણ ભારતીય ગેમ ડેવલપર્સ માટે વિશ્વની મોટી ગેમિંગ કંપનીઓ સાથે કામ કરવાનો નવો માર્ગ ખુલ્યો હતો.

વધુ વાંચો : GTA 6ની ક્લિપિંગ બનાવીને થઈ શકે છે કરોડોની કમાણી? ઘરે બેઠા પૈસા કમાવાનો મોકો, જાણો કામ શરૂ કરવાની સંપૂર્ણ પ્રોસેસ!

આજે GTA 6ની સફળતા સાથે બેંગલુરુની આ ટીમની વાત ફરી એકવાર ચર્ચામાં છે. ભારતીય ટેલેન્ટ હવે વિશ્વના સૌથી મોટા ગેમિંગ પ્રોજેક્ટ્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GTA 6 Rockstar Games Indian Game Developers

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ