ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેમાં નોકરી કરવી છે? તો આવી ગયો વધુ એક ચાન્સ, જાણો અરજીની અંતિમ તારીખ

Vacancy / રેલવેમાં નોકરી કરવી છે? તો આવી ગયો વધુ એક ચાન્સ, જાણો અરજીની અંતિમ તારીખ

Published By: Nirav Kumar

Last Updated: 06:23 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ગ્રેજ્યુએટ યુવાનો માટે મોટી તક આવી છે. જેમાં સ્ટેશન માસ્ટરની ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ચાલો જાણીએ તેના વિષે.

ADVERTISEMENT

રેલવેમાં સ્ટેશન માસ્ટર બનવાનું સપનું જોતા યુવાનો માટે સારી તક આવી છે. જેમાં રેલવે ભરતી બોર્ડે સ્ટેશન માસ્ટરના પદો માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં સ્નાતક ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2026 છે. આથી જેમને હજુ અરજી નથી કરી તેઓ વહેલું પગલું ભરે તો સારું.

અરજી કરવા માટે રેલવેની ઓફીશીયલ વેબસાઇટ rrb.indianrailways.gov.in કે www.rrbapply.gov.in પર જવું પડશે. ત્યાં સ્ટેશન માસ્ટર પદ માટેની અરજી લિંક મળશે. તેના પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરીને અને માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી પૂરી કરી શકાય છે.

પસંદગીની પ્રક્રિયા અમુક તબક્કામાં થશે. જેમાં પહેલા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે CBT આપવો પડશે. ત્યાર બાદ કમ્પ્યુટર આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટ પાસ કરવો જરૂરી છે. અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા મેડિકલ ટેસ્ટ પણ સફળતાપૂર્વક પૂરો કરવો પડશે.

વધુ વાંચો : 12 પાસ ઉમેદવારો માટે બહાર પડી ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી, સેલરી મોજપડે તેવી

આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારને શરૂઆતમાં દર મહિને 35,400 બેઝિક પગાર મળશે. આ સિવાય નિયમો મુજબ મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું અને બીજા લાગુ પડતા લાભ પણ મળી શકે છે. આ ભરતીમાં દરેક ઉમેદવાર માત્ર એક જ RRB પસંદ કરીને અરજી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Station Master Vacancy Railway Station Master Railway Recruitment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ