ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેદારનાથ યાત્રામાં ભારે વરસાદથી સુરતના 11 લોકો ફસાયા, 3 યાત્રિકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
Last Updated: 12:44 PM, 28 September 2026
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં કેદારનાથની યાત્રા કરવા ગયેલા સુરતના યાત્રિકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. ભારે વરસાદના કારણે સુરતના 14 લોકોનું એક ગ્રુપ ફસાઈ ગયું છે. આ ગ્રુપમાંથી 3 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના 11 લોકો હજુ પણ ફસાયેલા છે. અનેક દિવસોથી ફસાયેલા યાત્રિકો હવે સુરક્ષિત રીતે પોતાના સ્થળે પહોંચવા માટે મદદની રાહ જોઈ રહ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં રહેતાં રંજનબેન પંચાલે ગુજરાત સરકાર પાસે મદદની અપીલ કરી છે. તેમણે વીડિયો બનાવીને સરકારને વહેલી તકે મદદ કરવા અને ફસાયેલા યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢવા વિનંતી કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેદારનાથની યાત્રા માટે સુરતથી 14 લોકોનું ગ્રુપ ગયું હતું. જોકે, યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે આ ગ્રુપના સભ્યો ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 3 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ બાકીના 11 લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે. યાત્રિકોનો આરોપ છે કે સ્થાનિક પ્રશાસન તરફથી યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો નથી. જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ફસાયેલા યાત્રિકો વહેલી તકે સુરક્ષિત સ્થળે પહોંચવા માટે મદદની રાહ જોઈ રહ્યા છે.

ADVERTISEMENT
સુરતના અલથાણ વિસ્તારનાં રંજનબેન પંચાલે વીડિયો બનાવીને ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કેદારનાથમાં ફસાયેલા છે અને તેમની સાથે અન્ય ઘણા યાત્રિકો પણ મુશ્કેલીમાં છે. રંજનબેન પંચાલે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે તમામ ફસાયેલા યાત્રિકોને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢીને તેમના સ્થળે પહોંચાડવામાં આવે. તેમણે તાત્કાલિક મદદ માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફસાયેલાં યાત્રિક રંજનબેન પંચાલે પોતાની મુશ્કેલી જણાવતાં કહ્યું હતું કે, "અમે અહીંયા છેલ્લા કેટલા દિવસથી ફસાઈ ગયા છીએ. કેદારનાથની યાત્રા માટે આવ્યા છીએ. ગુજરાત સરકારને અપીલ કરું છું કે અમને સુરક્ષિત અહીંયાથી અમારા સ્થાન પર પહોંચાડે. અહીંયા અમારી સાથે અનેક યાત્રિકો છે." રંજનબેન પંચાલે ગુજરાત સરકારને અપીલ કરી છે કે ફસાયેલા તમામ યાત્રિકોને વહેલી તકે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT