ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 18મી લોકસભાનું ચોમાસુ સત્ર 46 દિવસથી બેઠક વિના, 1987 પછીનું ત્રીજું સૌથી લાંબું ‘એડજર્નમેન્ટ સિને ડાઇ’
Last Updated: 12:02 PM, 28 September 2026
ADVERTISEMENT
18મી લોકસભાનું ચોમાસુ સત્ર સતત લાંબા સમય સુધી બેઠક વિના રહેવાના કારણે સંસદીય ઈતિહાસમાં નોંધપાત્ર બની ગયું છે. 46 દિવસ અને ગણતરી ચાલુ હોવા સાથે આ સત્ર 1987 પછીનું ત્રીજું સૌથી લાંબું ‘એડજર્નમેન્ટ સિને ડાઇ’ બન્યું છે. ‘સિને ડાઇ’નો અર્થ છે કે ગૃહની આગામી બેઠકની કોઈ ચોક્કસ તારીખ નક્કી કર્યા વિના કાર્યવાહી સ્થગિત કરવી.
ADVERTISEMENT

ચોમાસુ સત્ર ૨૦ જુલાઈએ શરૂ થયું હતું અને 13 ઓગસ્ટે સિને ડાઇ સ્થગિત કરવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન નીટ પેપર લીક, રામ મંદિર પરિસરમાં કથિત ચોરી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગ સહિત અનેક મુદ્દે વિપક્ષના વિરોધને કારણે કાર્યવાહી વારંવાર ખોરવાઈ હતી.
ADVERTISEMENT
સંસદીય રેકોર્ડ મુજબ સૌથી લાંબું ‘સિને ડાઇ’ એડજર્નમેન્ટ 12 મે 1987 થી 27 જુલાઈ 1987 સુધી 76 દિવસ ચાલ્યું હતું. તે સમયની આઠમી લોકસભામાં બોફોર્સ વિવાદની પૃષ્ઠભૂમિમાં કાર્યવાહી લાંબા સમય સુધી અટકી હતી. બીજું સૌથી લાંબું એડજર્નમેન્ટ 1989માં 61 દિવસનું હતું. આ સમયગાળો પણ બોફોર્સ મુદ્દે રાજકીય ખેંચતાણ વચ્ચે આવ્યો હતો.
ADVERTISEMENT
૨૦૨૩નું ચોમાસુ સત્ર 20 જુલાઈથી ૨૧ ઓગસ્ટ સુધી ચાલ્યું હતું અને તેમાં 21બેઠકો યોજાઈ હતી. ત્યાર બાદ ગૃહને બીજા દિવસે સિને ડાઇ સ્થગિત કરવામાં આવ્યું હતું. સંવિધાનની કલમ 85(૨) હેઠળ રાષ્ટ્રપતિ સંસદના સત્રનું પ્રોરોગેશન કરે છે. તેનાથી સત્રનો ઔપચારિક અંત આવે છે. બીજી તરફ, એડજર્નમેન્ટ સિને ડાઇમાં ગૃહની બેઠકને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવે છે, પરંતુ સત્રનું ઔપચારિક સમાપન જરૂરી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT