ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહારાષ્ટ્રના તુલસી ગામમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 25 વર્ષથી સિંચાઈનું પાણી ન મળતાં લગાવ્યાં ‘ગામ વેચાણ માટે છે’નાં પોસ્ટર

National / મહારાષ્ટ્રના તુલસી ગામમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 25 વર્ષથી સિંચાઈનું પાણી ન મળતાં લગાવ્યાં ‘ગામ વેચાણ માટે છે’નાં પોસ્ટર

Published By: Nidhi Panchal

Last Updated: 11:41 AM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તુલસી ગામમાં 25 વર્ષથી સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ગ્રામજનોએ ‘ગામ વેચાણ માટે છે’નાં પોસ્ટર લગાવી સરકારનું ધ્યાન ખેંચ્યું છે.

ADVERTISEMENT

પાણીની ગંભીર અછત વચ્ચે ખેડૂતોએ અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યા હતા, જે રાજ્યના જળસંપત્તિ પ્રધાન સાથેની વાતચીત બાદ સમેટવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તુલસી ગામમાં ખેડૂતોનો આક્રોશ હવે અનોખા વિરોધમાં ફેરવાયો છે. ગામમાં ‘ગામ વેચાણ માટે છે’ તેવાં પોસ્ટર લગાવી ગ્રામજનોએ વર્ષોથી સિંચાઈના પાણી માટે ચાલી રહેલી રાહ સામે સરકારનું ધ્યાન ખેંચ્યું છે. સરપંચ શરદ મોરેએ જણાવ્યું કે બહારના લોકો માટે આ વાત મજાક જેવી લાગી શકે, પરંતુ ગામ લોકો છેલ્લા ૨૫ વર્ષથી સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા છે.

maharastra

તુલસી ગામ સીના-માઢા લિફ્ટ સિંચાઈ યોજનાથી માત્ર નવ કિમી દૂર છે. આ યોજના વર્ષ ૨૦૦૦માં કાર્યરત થઈ હોવા છતાં ગામને તેનો લાભ મળ્યો નથી. આસપાસનાં ગામોમાં પાણી આધારિત રોકડિયા પાકનું વાવેતર થાય છે, જ્યારે તુલસીના ખેડૂતો વરસાદની અનિશ્ચિતતા પર નિર્ભર છે.

છેલ્લા 45 દિવસથી વરસાદ પડ્યો

જિલ્લા રેકોર્ડ મુજબ માઢા વિસ્તારનાં કેટલાક ગામોમાં છેલ્લા 45 દિવસથી વરસાદ પડ્યો નથી. તુલસીનાં તળાવો અને અન્ય જળસ્રોતોમાં પાણીનું સ્તર અત્યંત ઘટી ગયું છે. કૂવા અને પર્કોલેશન તળાવો પણ સૂકાઈ ગયાં છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ જુલાઈથી ટેન્કર મારફતે પાણી મેળવી રહ્યા છે. સ્થિતિ આવી જ રહી તો ચોમાસું પૂરું થયા બાદ લગભગ ૨,૭૦૦ હેક્ટર ખેતીની જમીન બિનઉપજાઉ બનવાની આશંકા છે.

આ પણ વાંચો : નેશનલ હાઇવે-48 પર દબાણ હટાવવાની કાર્યવાહી સામે વેપારીઓ હાઇકોર્ટમાં, વલસાડ, નવસારી અને સુરતના મિલકતધારકોની કોર્ટમાં દાદ

ગંભીર સ્થિતિ વચ્ચે ગ્રામજનોએ ગણેશ ચતુર્થીથી અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યો હતો. તેમણે મહેસૂલ અધિકારીને આવેદનપત્ર આપી આત્મવિલોપનની ચેતવણી પણ આપી હતી અને ચૂંટણીના બહિષ્કારની વાત કરી હતી. રાજ્યના જળસંપત્તિ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ સાથે વાતચીત બાદ શુક્રવારે આંદોલન સમેટાયું હતું. સોલાપુરના કલેક્ટર એસ. કાર્તિકેયને જણાવ્યું કે સિંચાઈ વિભાગે તુલસીનું હાઇડ્રોલોજિકલ સર્વેક્ષણ કર્યું છે. તેના આધારે રાજ્ય સરકાર સમક્ષ કેનાલ નેટવર્ક માટે દરખાસ્ત મોકલવામાં આવશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Protest Irrigation Water Tulsi Village

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ