ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની સમસ્યાનો અંત? AMCએ 9 પ્લોટ ફાળવ્યા, ફોર-વ્હીલર માટે બનશે પાર્કિંગ
Last Updated: 07:42 AM, 28 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં મેટ્રોનો ઉપયોગ કરતા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે મેટ્રો સ્ટેશનની આસપાસ વાહન પાર્ક કરવાની સમસ્યા પણ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ઘણા નાગરિકો મેટ્રો સ્ટેશન સુધી પોતાના ટુ-વ્હીલર કે ફોર-વ્હીલરથી પહોંચે છે, પરંતુ યોગ્ય પાર્કિંગની સુવિધા ન હોવાથી રસ્તા પર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે. હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

AMC દ્વારા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મેટ્રો સ્ટેશન આસપાસ કુલ 9 પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે. આ પ્લોટમાં કુલ 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. એટલે કે એકસાથે મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વાહન પાર્કિંગ માટે આગામી દિવસોમાં ચાર્જ પણ નક્કી કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
કોર્પોરેશન દ્વારા શોધવામાં આવેલા આ 9 પ્લોટ કુલ 36,890 ચોરસ મીટરના વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલા છે. આ તમામ પ્લોટને 3 મુખ્ય ઝોન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અહીં કુલ 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર એકસાથે સરળતાથી પાર્ક થઈ શકે તેવી ક્ષમતા ઊભી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પાર્કિંગ વ્યવસ્થા શરૂ થયા બાદ મેટ્રો સ્ટેશનની આસપાસ રસ્તા પર થતું આડેધડ પાર્કિંગ અટકાવવામાં મદદ મળશે. હાલ રસ્તાની બાજુમાં વાહનો પાર્ક થવાના કારણે ઘણી વખત ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. નવી પાર્કિંગ વ્યવસ્થા અમલી બનશે તો વાહનો માટે અલગ જગ્યા મળવાથી રસ્તાઓ પરનું દબાણ ઘટી શકે છે અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસંદ કરવામાં આવેલા આ પાર્કિંગ પ્લોટ શહેરના મહત્વના મેટ્રો સ્ટેશનની આસપાસ રાખવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ અને એપરલ પાર્ક, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, વાડજ અને સાબરમતી સહિતના મુખ્ય મેટ્રો સ્ટેશન નજીક આ પ્લોટ્સની પસંદગી કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવે આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહન પાર્કિંગ માટેના વ્યાજબી દરો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ આ અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી મળ્યા પછી તમામ પે એન્ડ પાર્ક પ્લોટ નાગરિકો માટે વિધિવત રીતે ખુલ્લા મુકવામાં આવશે. આ વ્યવસ્થા શરૂ થયા પછી મેટ્રોનો ઉપયોગ કરતા લોકોને સ્ટેશન પાસે વાહન પાર્ક કરવા માટે વધુ વ્યવસ્થિત જગ્યા મળશે. સાથે જ રસ્તા પર થતા આડેધડ પાર્કિંગમાં ઘટાડો થશે અને શહેરના મેટ્રો સ્ટેશન આસપાસની ટ્રાફિક સમસ્યાને પણ રાહત મળવાની આશા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT