ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં અત્યારથી જ જામવા લાગ્યો નવરાત્રીનો રંગ, યુવક-યુવતીઓમાં ભારે ઉત્સાહ, શીખી રહ્યાં છે નવા ગરબા
Last Updated: 07:41 PM, 27 September 2026
ADVERTISEMENT
નવલી નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં નવરાત્રીનો રંગ અત્યારથી જ જામવા લાગ્યો છે. ખેલૈયાઓ બે મહિનાથી ગરબાની પ્રેક્ટિસમાં લાગી ગયા છે. યુવતીઓમાં અવનવી ચોલી અને ઓક્સિડાઇઝ જ્વેલરીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ નવા-નવા સ્ટેપ્સ અને કોરિયોગ્રાફી શીખવા માટે ગરબા ક્લાસિસમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
યુવક-યુવતીઓ છેલ્લા બે મહિનાથી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે
નવલી નવરાત્રીના આગમન પહેલાં જ ખેલૈયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.જૂનાગઢમાં યુવક-યુવતીઓ છેલ્લા બે મહિનાથી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગ્રુપમાં મળીને અવનવા સ્ટેપ્સ શીખવામાં આવી રહ્યા છે. ઝાલમૂરી, ડાકલા, ટીટોડો, 31મો, રંગત અને સુરતી સ્ટેપ સહિત અલગ-અલગ પ્રકારની કોરિયોગ્રાફી પર ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે.જૂનાગઢમાં બે મહિનાથી નવરાત્રીની તૈયારી શરૂ કરી દીધી છે. અલગ-અલગ પ્રકારની ચોલી અને ઓક્સિડાઇઝ જ્વેલરીનો ખૂબ જ ક્રેઝ છે. ખેલૈયાઓ ગ્રુપમાં મળીને નવા-નવા સ્ટેપ શીખીએ છીએ. નવરાત્રીને લઈને ખૂબ જ વધારે ઉત્સાહ છે અને અમે બે-બે કલાક સુધી નોન-સ્ટોપ પ્રેક્ટિસ કરે છે..નવરાત્રી માટે માત્ર ગરબાના સ્ટેપ્સ જ નહીં, પરંતુ પરંપરાગત પોશાક અને જ્વેલરીની પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. યુવતીઓ નવરાત્રીના નવ દિવસ માટે અલગ-અલગ ચોલી પહેરવાની તૈયારીમાં છે.ચોલીની ખરીદી માટે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ શોપિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ એક્ઝિબિશન અને જ્વેલરી શોપમાંથી પસંદગી કરીને ઓક્સિડાઇઝ જ્વેલરી પણ ખરીદવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં નવરાત્રીની ખૂબ જ તૈયારી
નવરાત્રીને લઈને સૌરાષ્ટ્રના ખેલૈયાઓમાં અત્યારથી જ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગરબા ક્લાસિસમાં નવા સ્ટેપ્સ શીખવાની સાથે ખેલૈયાઓ પ્રી-નવરાત્રી ઇવેન્ટ્સમાં પણ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નવરાત્રીની ખૂબ જ તૈયારી થઈ રહી છે અને બધામાં ખૂબ જ નવરાત્રિની રાહ જોવે છે. વેલકમ નવરાત્રી પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે. નવા-નવા ચોલી અને ઓક્સિડાઇઝ જ્વેલરીની તૈયારી કરીને બધા નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. ખેલૈયાઓ બે મહિના પહેલાથી જ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છીએ અને અલગ-અલગ ક્લાસિસમાં જોડાઈને નવા સ્ટેપ્સની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ.ખેલૈયાઓ આ વખતે અલગ-અલગ ગીતો પર અલગ-અલગ સ્ટેપ્સ શીખી રહ્યા છે. ગ્રુપ કોરિયોગ્રાફી પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી નવરાત્રી દરમિયાન એકસાથે ગરબા રમતી વખતે સ્ટેપ્સમાં એકરૂપતા જોવા મળે.
ADVERTISEMENT
યુવાનો શીખી રહ્યાં છે નવા નવા સ્ટેપ્સ
ADVERTISEMENT
નવરાત્રીની તૈયારીઓમાં યુવતીઓનો ઉત્સાહ પણ કંઈ ઓછો નથી. નવરાત્રીને પોતાનો ફેવરિટ તહેવાર ગણાવતી યુવતીઓ આખા વર્ષ દરમિયાન આ નવ દિવસની રાહ જોતી હોય છે. ત્યારે ખેલૈયાઓ કહી રહ્યા છે કે નવરાત્રી મારો ફેવરિટ તહેવાર છે. આખું વર્ષ અમે નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ અને સૌરાષ્ટ્રના લોકોમાં તો નવરાત્રીનો અલગ જ ઉત્સાહ છે. અમે બે મહિના પહેલાથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અલગ-અલગ સોંગ પર અલગ-અલગ સ્ટેપ્સ અને નવી કોરિયોગ્રાફી સાથે ગ્રુપ સ્ટેપ શીખી રહ્યા છીએ.નવરાત્રી માટે આખું વર્ષ અલગ-અલગ ચોલીની તૈયારી કરીએ છીએ, જેથી નવ દિવસ અલગ-અલગ ચોલી પહેરીને ગરબા રમવા મળે. ફ્રેન્ડ્સ સાથે મોજ-મસ્તી કરવાની પણ એક અલગ જ મજા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 30થી 35 જેટલા નવા સ્ટેપ્સ શીખી લીધા છે. રંગત, 31, ટીટોડો સહિત ઘણા નવા સ્ટેપ્સ શીખ્યા છે, જેનાથી નવરાત્રીમાં ગરબા રમવાની મજા બમણી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT