ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા, તૂટના ડરને કારણે લીધો નિર્ણય

ચૂંટણી / ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા, તૂટના ડરને કારણે લીધો નિર્ણય

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 04:33 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે તેના તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણી પહેલાં જ પોતાના ઉમેદવારોને 'સુરક્ષિત' રાખવા માટે કોંગ્રેસે કમર કસી છે અને આ કડીમાં પાર્ટીએ પોતાના તમામ 44 ઉમેદવારોને સુરક્ષિત અને અજ્ઞાત સ્થળોએ ખસેડી દીધાં છે. કોંગ્રેસના ઉચ્ચ આગેવાનોએ અલગ-અલગ સ્થળોએ ઉમેદવારોને સાચવવાની જવાબદારી ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને સોંપી છે. જેમાં વિશેષ કરીને વોર્ડ નંબર 7 ની સંપૂર્ણ જવાબદારી પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલને આપવામાં આવી છે.

ખાનગી વાહનોમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવાયા

ઉમેદવારોને ધારાસભ્ય નિવાસસ્થાનેથી ખાનગી વાહનોમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા આ તમામ ધારાસભ્યોની જવાબદારી ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને સોંપાઈ છે. તેમણે કહ્યું કે ભાજપની નીતિના કારણે અમારે ઉમેદવારો ને અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યાં છે.

વધુ વાંચો : ગોંડલ પાસે અકસ્મતામાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત, કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું

11 વોર્ડની 44 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભાજપ દ્વારા તમામ 44 બેઠકો પર સત્તાવાર ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવ્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસે પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી લડવા માટે ઝંપલાવ્યું છે. નામાંકન દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય રીટા પટેલે ભાજપની એકતરફી જીતનો દાવો કર્યો હતો. ભાજપના ઉમેદવાર તન્વી પટેલ અને ગૌરાંગ પટેલે સરકારના વિકાસ કાર્યોને આગળ ધરીને જનતા વચ્ચે જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gandhinagar gandhinagar news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ