ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરંગપુરામાં Starbucks કોફી શોપમાં યુવક બહાર જતાં યુવતીએ પર્સની ઉઠાંતરી કરી, CCTVના આધારે પોલીસની શોધખોળ

અમદાવાદ / નવરંગપુરામાં Starbucks કોફી શોપમાં યુવક બહાર જતાં યુવતીએ પર્સની ઉઠાંતરી કરી, CCTVના આધારે પોલીસની શોધખોળ

Published By: Vishal Khamar
Reported By: Dipak Solanki

Last Updated: 02:56 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નવરંગપુરાની Starbucks કોફી શોપમાં યુવતી દ્વારા પર્સની ઉઠાંતરીનો આરોપ. પર્સમાં રહેલા ક્રેડિટ કાર્ડથી ₹27 હજારની ઓનલાઈન શોપિંગ કરાઈ હોવાની માહિતી, CCTVના આધારે પોલીસની તપાસ શરૂ.

ADVERTISEMENT

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સ્ટારબક્સ કોફી શોપમાં પર્સની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. યુવક ફોન પર વાત કરવા માટે થોડા સમય માટે બહાર ગયો હતો, તે દરમિયાન એક યુવતીએ તકનો લાભ લઈ તેનો પર્સ ઉઠાવી લીધો હોવાની ફરિયાદ સામે આવી છે.

મળતી માહિતી મુજબ, પર્સમાં રોકડ ઉપરાંત ક્રેડિટ કાર્ડ સહિતની મહત્વની વસ્તુઓ હતી. પર્સ હાથ લાગ્યા બાદ યુવતીએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અંદાજે ₹27 હજારની ઓનલાઈન ખરીદી કરી હોવાનો આક્ષેપ છે.

ઘટનાની જાણ થતાં યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે કોફી શોપમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. CCTVમાં કેદ થયેલા દ્રશ્યોના આધારે પોલીસે શંકાસ્પદ યુવતીની ઓળખ અને શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ નવસારીના વિજલપોરમાં ગણેશ વિસર્જન બાદ રસ્તા પર જામ્યા ગુલાલના જાડા થર, 11 હજાર કિલો ગુલાલ ઉડાવાતા વાહનો અટવાયા

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ક્રેડિટ કાર્ડના વ્યવહારો અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. યુવતીની ઓળખ થયા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navrangpura theft Ahmedabad Starbucks theft purse theft Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ