ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ વેપારીને 43 લાખના હીરા પાછા આપ્યાં, 1437 કેરેટના હીરાની થઈ હતી ચોરી
Last Updated: 11:01 PM, 24 September 2026
ADVERTISEMENT
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના નિવાસસ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં બોટાદના વેપારીને તેમના ચોરાયેલા હીરા પાછા આપ્યાં હતા. આ પ્રસંગે બોટાદના એસપી પણ હાજર રહ્યાં હતા. બોટાદના નિલમ બજારમાંથી 1437 કેરેટના હીરાની ચોરી થઈ હતી. આંગડિયા પેઢી અને મૂળ હીરાના વેપારીઓને તેમના કિંમતી હીરા સત્તાવાર રીતે સુપ્રત કર્યા હતા. આ પ્રસંગે તેમણે પોલીસની સિંઘમ જેવી ઝડપી કામગીરીના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે આનાથી વેપારીઓનો પોલીસ પ્રશાસન પર વિશ્વાસ વધુ મજબૂત બને છે.
ADVERTISEMENT
શું બન્યો હતો બનાવ?
19 ઓક્ટોબર 2022ના રોજ અક્ષર આંગડીયા પેઢી તથા ગુજરાત આંગડીયા પેઢીના માણસો અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સમાં બેસી સુરત જતા હતા. તે દરમ્યાન રાત્રીના 1 વાગ્યાના સુમારે અમદાવાદ ગ્રામ્યમાં આવેલા ધોળકા તાલુકના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉથી બસમાં બેસેલા 11 માણસોએ બસ રોકાવી કરોડોની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ કિંમતી હીરા તથા રોકડ રકમ મળી કુલ રૂ. 2 કરોડ 75 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી.
ADVERTISEMENT
હીરાની લૂંટ બાદ શખ્સો થયા હતા ફરાર
લૂંટારુઓ દેશી તમંચા બતાવી લૂંટ કરી ચાર અલગ અલગ કારમાં બેસી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો. જે પછી અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા આણંદ જીલ્લા પોલીસે આરોપીઓનો પીછો કરી નાકાબંદી ગોઠવી સંયુક્ત ઓપરેશનથી આણંદના મહેળાવ–સુણાવ રોડ પરથી નવ આરોપીઓને ઝડપી લીધા હતા અને 299 હીરા જપ્ત કર્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : હીરાબા PM મોદીને મળવા દિલ્હી જવા નીકળ્યા પણ પહોંચી ગયા ગુરુગ્રામ, જાણો પછી શું બન્યું?
પોલીસે સિંઘમ સ્ટાઈલમાં આરોપીઓને ઝડપી પાડ્યાં
ADVERTISEMENT
અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા આણંદ જીલ્લા પોલીસે આરોપીઓનો પીછો કરી નાકાબંદી ગોઠવી સંયુક્ત ઓપરેશનથી આણંદના મહેળાવ–સુણાવ રોડ પરથી નવ આરોપીઓને ઝડપી લીધા હતા અને 299 હીરા જપ્ત કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.