ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત ભાજપમાં સહ સંગઠન મહામંત્રી તરીકે આ નેતાની નિમણૂંક કરાઈ, સૌરાષ્ટ્રમાં ચાલતો અસંતોષ ઠારશે!

ગાંધીનગર / ગુજરાત ભાજપમાં સહ સંગઠન મહામંત્રી તરીકે આ નેતાની નિમણૂંક કરાઈ, સૌરાષ્ટ્રમાં ચાલતો અસંતોષ ઠારશે!

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 04:35 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપમાં સહ સંગઠન મહામંત્રી તરીકે એક નેતાની નિમણૂંક કરાઈ છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપમાં મહત્વની નિયુક્તિ કરવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે મોટી કવાયત હાથ ધરી છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપમાં સહ સંગઠન મહામંત્રી તરીકે અરુણ બીનાડીની મહત્વપૂર્ણ નિમણૂંક કરવામાં આવી છે.

જિલ્લા પ્રભારીઓ સાથે મળી સંગઠન માટે કામ કરશે

લાંબા સમયથી સૌરાષ્ટ્ર ઝોનમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને વિવાદોને ડામવા માટે પક્ષે આ વ્યૂહાત્મક નિમણૂંક કરવામાં આવી છે જે સ્થાનિક નેતાઓ અને જિલ્લા પ્રભારીઓ સાથે મળી સંગઠન માટે કામ કરશે.

મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્ર ઝોનને સાચવવાનો

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હજુ સમય છે, પરંતુ ભાજપે અત્યારથી જ ચૂંટણીલક્ષી મોરચે સંગઠનને મજબૂત કરવાની કવાયત શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ભાજપ દ્વારા અરુણ બીનાડીની પ્રદેશ સહ સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂંક પાછળ પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્ર ઝોનને સાચવવાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. સંગઠન માં થઈ રહેલી ચર્ચા મુજબ અરૂણ બીમારીનું મુખ્ય કાર્યક્ષેત્ર રાજકોટ રહેશે, જ્યાંથી તેઓ સમગ્ર સૌરાષ્ટ્રના સંગઠનાત્મક માળખાનું સંકલન સંભાળશે.

વધુ વાંચો : નસીબનો ખેલ! બાઈક ચાલું ન થયું હોત તો ગુજ્જુ લવ ગુરુ જીવતા હોત, પેટ્રોલ પંપના કર્મચારીએ શું કહ્યું?

કેન્દ્રીય નેતૃત્વએ સીધો હસ્તક્ષેપ કર્યો

સૌરાષ્ટ્ર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક જૂથવાદ અને આંતરિક વિવાદો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે સ્થાનિક નેતૃત્વ સાથે કેન્દ્રીય નેતૃત્વએ સીધો હસ્તક્ષેપ કર્યો છે. રાજકોટને એપીસેન્ટર બનાવીને અરૂણ બીનાડી સૌરાષ્ટ્રના કાર્યકરો અને અગ્રણીઓ વચ્ચે સંકલન કરશે, જેથી આગામી ચૂંટણી પહેલાં સંગઠનની તમામ ક્ષતિઓને દૂર કરીને પક્ષને અજેય બનાવી શકાય. અગાઉ પ્રદેશ પ્રભારી તરીકે તરુણ ચુગ ઉપરાંત સહપ્રભારી તરીકે ગોમતી સાંઈ અને અજય મહાવરની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા સ્તરે પણ સહપ્રભારીઓ મુકાયા હતા. હવે આ કડીમાં કેન્દ્રીય ભાજપે વધુ એક મોટો નિર્ણય લેતાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સાથે અરુણ બિન્નાડીને જોડી બનાવી છે. રત્નાકરને દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો વધારાનો પ્રભાર સોંપાયો છે. આ તમામ ફેરફારો સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ સંગઠન સ્તરે કોઈ કચાશ રાખવા માંગતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat BJP

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ