ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ''ગિલ ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે...'', કેપ્ટનને લઇ ગૌતમ ગંભીરે કહી દીધી મોટી વાત

ક્રિકેટ / ''ગિલ ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે...'', કેપ્ટનને લઇ ગૌતમ ગંભીરે કહી દીધી મોટી વાત

Published By: Nirav Kumar

Last Updated: 09:31 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ ગંભીરે કહ્યું કે, શુભમન ગિલ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર્સની મદદથી નસીબદાર છે અને યુવા કેપ્ટન તરીકે સારું કામ કરી રહ્યો છે. તેમને વિશ્વાસ છે કે ગિલ વનડેમાં પોતાની કેપ્ટન્સી રેકોર્ડ સુધારશે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વનડે કેપ્ટન શુભમન ગિલની ભારે પ્રશંસા કરી છે. તેને કહ્યું કે ગિલ ખૂબ નસીબદાર છે કેમ કે તેને મેદાનની અંદર અને બહાર મદદ કરવા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી પ્લેયર્સ છે. ગંભીરના મતે યુવા કેપ્ટન તરીકે ગિલ પોતાનું કામ સારી રીતે કરી રહ્યો છે.

એક જગ્યાએ વાતચીતમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સિરીઝ પહેલાં ગંભીરે જણાવ્યું, “વનડેમાં ગિલ ખૂબ નસીબદાર છે કેમ કે તેમની પાસે રોહિત અને વિરાટ જેવા પ્લેયર્સ છે જે મેદાનની અંદર અને બહાર તેમની મદદ કરે છે. ભારતીય ક્રિકેટમાં કોઈપણ પ્લેયર્સને પ્લેઇંગ 11ની બહાર રાખવો હંમેશા મુશ્કેલ નિર્ણય હોય છે પણ જ્યારે તમે યુવા કેપ્ટન હોવ ત્યારે આવો નિર્ણય લેવો કોઈપણ કોચ કે કેપ્ટન માટે વધુ પડકારજનક બને છે. અત્યાર સુધી ગિલ આવા નિર્ણયો લેતા આવ્યા છે અને તેને તમામ પાસાઓ પર કામ કર્યું છે.”

શુભમન ગિલે અત્યાર સુધી 12 વનડેમાં ભારતની કેપ્ટન્સી સંભાળી છે. જેમાંથી 6 મેચમાં જીત મળી છે. તેને ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં હારનો પણ સામનો કર્યો છે. આ મુશ્કેલીઓ છતાં ગંભીરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગિલ વનડેમાં પોતાનો કેપ્ટન્સી રેકોર્ડ સુધારશે.

આ નાગે ગંભીરે વધુમાં કહ્યું, “મારું માનવું છે કે શુભમન ગિલે બધી સાચી વસ્તુઓ કરી છે. વનડે ક્રિકેટમાં તેમનો સમય થોડો મુશ્કેલ રહ્યો છે. પણ મને ભરોસો છે કે વસ્તુઓ બદલાશે કેમ કે તેને બધું સાચું કર્યું છે.”

જેમાં રોહિત શર્માના ભવિષ્યને લઈને અમુક ચર્ચા થઈ હતી. પણ તેને અને કોહલીએ સરસ પ્રદર્શન કરીને બતાવ્યું છે કે તેઓ ટીમના ટોપ ઑર્ડરની સ્ટ્રેન્થ છે અને 2027ના વનડે વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે. ગંભીર અને ગિલની જોડી ભારતીય ક્રિકેટ માટે મહત્વની છે કેમ કે 2027ના વર્લ્ડ કપમાં હવે થોડો જ સમય બાકી છે.

વધુ વાંચો : ભારતે જાપાનને માત્ર 2 રનથી હરાવ્યું, મેચ દરમિયાન અમ્પાયર સાથે કેપ્ટન શ્રેયસ અય્યરની બોલાચાલીથી ગરમાયું વાતાવરણ

એવામાં હવે શુભમન ગિલ વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં ટીમની આગેવાની કરશે. જેમાં ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં સારું પ્રદર્શન કરીને વર્લ્ડ કપની તૈયારીઓ મજબૂત કરવા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

seniors support Gautam Gambhir Shubman Gill

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ