ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:08 PM, 23 September 2026
ADVERTISEMENT
મુરાદાબાદમાં મંગળવારે એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં હરિયાણાથી રુદ્રપુરની ફેક્ટરી તરફ જઈ રહેલો વનસ્પતિ ડાલડા ઘી ભરેલ ટ્રક અચાનક રસ્તાની કિનારે પલટી મારી ગયો હતો. જેથી ટ્રકમાં ભરેલું ઘી સીધું રસ્તા પર વહેવા લાગ્યું હતું અને આસપાસના વાતાવરણમાં વિચિત્ર દૃશ્ય સર્જાયું હતું.
ADVERTISEMENT
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. જેમાં અમુક લોકો ડબ્બા લઈને રસ્તા પર વહેતા ઘીને ભેગું કરવા દોડી આવ્યા હતા. તેમને જોઈને લાગતું હતું કે મફતમાં મળતી વસ્તુને કોઈ ચૂકવા નથી માંગતું. આ સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
उत्तर प्रदेश के मुरादाबाद में हाईवे पर"देशी घी" से भरा टैंकर पलटा तो लोग बाल्टियाँ लेकर उसे भरने के लिए दौड़ पड़े।
— पहाड़ी गर्ल 🏔️🏔️ (@Pahadi_Anjana) September 22, 2026
वैसे भी जब घी बहे ही गया है तो लोग सोच रहे है कम से कम भर ही ले खराब होने से तो बच जाएगा ..🤣
वैसे भी हमारे यहां आपदा को अवसर में बदलने की आदत पहले से ही है… pic.twitter.com/LO51h3L2Jl
ADVERTISEMENT
જેમાં પોલીસને માહિતી મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે એસપીએ જણાવ્યું કે ટ્રક હરિયાણાથી રુદ્રપુર જઈ રહી હતી અને કટઘર વિસ્તારમાં અનિયંત્રિત થઈને પલટી તહો ગઈ હતી. પોલીસે રસ્તા પર ઘી ભેગું કરતા લોકોને ત્યાંથી હટાવ્યા ગતા અને ટ્રાફિક વ્યવસ્થા રીસ્ટોર કરવા માટે રસ્તા પર વહેલા ઘીની સફાઈ કરાવી હતી.
ADVERTISEMENT
સદ્ભાગ્યે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ પણ થઈ નથી. પોલીસની હાજરીમાં રસ્તો સાફ થયા બાદ વાહનવ્યવહાર સામાન્ય થઈ ગયો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ