ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : વિક્રમ ઠાકોર, વિજય સુવાળા-રાકેશ બારોટે ગુજ્જુ લવ ગુરુને શ્રદ્ધાંજલિ આપી, સુઈગામમાં ધસારો

વાવ થરાદ / VIDEO : વિક્રમ ઠાકોર, વિજય સુવાળા-રાકેશ બારોટે ગુજ્જુ લવ ગુરુને શ્રદ્ધાંજલિ આપી, સુઈગામમાં ધસારો

Published By: Hiralal Parmar
Reported By: Vashram Chaudhary

Last Updated: 06:31 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજ્જુ લવ ગુરુને શ્રદ્ધાંજલિ આપવા સુઈગામમાં લોક કલાકારોનો ધસારો જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક કલાકારો સુઈગામમાં પહોંચીને ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપી હતી.

ADVERTISEMENT

રાકેશ બારોટ સહિત લોકકલાકારોનો મોટો કાફલો સુઈગામ પહોંચ્યો હતો અને ગુજ્જુ લવ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં વિક્રમ ઠાકોર, વિજય સુવાળા-રાકેશ બારોટ સહિતની બીજા કલાકારો સામેલ છે. સતત ચોથા દિવસે પણ ચંદન રાઠોડના નિવાસસ્થાને ચાહકોની ભીડ જોવા મળી હતી.

વિહોતર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારને 51 હજારની સહાય

વિહોતર ગ્રૂપના રાષ્ટ્રીય અધ્યક્ષ જીવરાજ આલ પણ સુઈગામ પહોંચ્યા હતા અને ગુજ્જુ લવ ગુરુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિહોતર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારને 51 હજારની મદદની જાહેરાત કરાઈ હતી.

લોકગાયક રાકેશ બારોટે પણ શ્રદ્ધાંજલિ આપી

લોકગાયક રાકેશ બારોટ ચંદન વાવ થરાદના સુઈગામમાં પહોંચ્યાં હતા અને સ્વર્ગસ્થ ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે તેઓ ભાવુક જોવા મળ્યાં હતા. તેમણે કહ્યું માત્ર 10 મિનિટની મુલાકાતમાં ચંદનના સ્વભાવનો પરિચય થયો હતો. તેમણે કહ્યું કે ચંદનને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડેલા લોકોની લાગણી જોઈ, આટલી પ્રજા ચંદનના પ્રેમને લઈને અહીં ટૂટી પડી છે.

વધુ વાંચો : VIDEO : રોડ પર છોકરી સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટ ટચ કર્યો, બેડ ટચ કર્યો, વીડિયો વાયરલ

શું બન્યું હતું?

ગુજ્જુ લવ ગુરુ' તરીકે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત કોમેડિયન અને ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડના 17 સપ્ટેમ્બર 2026ના રોજ બનાસકાંઠાના ભાભર નજીક એક માર્ગ અકસ્માતમાં અચાનક કરુણ અવસાનથી સમગ્ર ગુજરાતી કલા જગત અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rakesh Barot Vijay Suvada Vikram Thakor

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ