ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ''સરકારી કર્મચારીને 3 મહિનાથી વધારે...'', હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો

આદેશ / ''સરકારી કર્મચારીને 3 મહિનાથી વધારે...'', હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો

Published By: Nidhi Panchal

Last Updated: 02:39 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડ હાઈકોર્ટે સરકારી કર્મચારીઓના લાંબા સમય સુધી સસ્પેન્શનને લઈને મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સસ્પેન્શનના ત્રણ મહિનાની અંદર ચાર્જશીટ આપવામાં ન આવે તો સામાન્ય રીતે સસ્પેન્શન ત્રણ મહિનાથી આગળ ચાલુ રાખી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે વિભાગીય કાર્યવાહી શરૂ કર્યા વિના લાંબા સમય સુધી સસ્પેન્શનને સજા તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં.

ADVERTISEMENT

ઝારખંડ હાઈકોર્ટે સરકારી કર્મચારીઓના લાંબા સમય સુધી સસ્પેન્શન અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ સરકારી કર્મચારીને સસ્પેન્ડ કર્યા બાદ ત્રણ મહિનાની અંદર ચાર્જશીટ આપવામાં આવતી નથી, તો સામાન્ય રીતે તેનું સસ્પેન્શન ત્રણ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. વિભાગીય કાર્યવાહી શરૂ કર્યા વિના કર્મચારીને લાંબા સમય સુધી સસ્પેન્ડ રાખવાનો ઉપયોગ સજા તરીકે કરી શકાય નહીં. આ મહત્વપૂર્ણ અવલોકન ન્યાયાધીશ સુજીત નારાયણ પ્રસાદ અને ન્યાયાધીશ સંજય પ્રસાદની ડિવિઝન બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન કર્યું હતું. આ અરજીમાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)ના આદેશને પડકાર્યો હતો.

court

આ સમગ્ર મામલો ગિરિડીહ હેડ પોસ્ટ ઓફિસમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવતા એક કર્મચારી સાથે જોડાયેલો છે. ઝારખંડ પોસ્ટલ સર્કલમાં રૂ. 26 કરોડથી વધુની કથિત છેતરપિંડીના મામલામાં આ કર્મચારીને 27 સપ્ટેમ્બર, 2019ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કર્મચારીના સસ્પેન્શનની સમયાંતરે સમીક્ષા પણ કરવામાં આવી હતી. જોકે, સસ્પેન્શનના લગભગ અઢી વર્ષ બાદ 7 માર્ચ, 2022ના રોજ વિભાગીય ચાર્જશીટ આપવામાં આવી હતી. અધિકારીઓએ આટલા લાંબા વિલંબ પાછળ કથિત નાણાકીય અનિયમિતતાઓ અંગેની CBI તપાસ બાકી હોવાનું કારણ આપ્યું હતું.

CATમાં અપીલ કરી હતી

લાંબા સમય સુધી સસ્પેન્શન સામે કર્મચારીએ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે CATમાં અપીલ કરી હતી. CATએ કર્મચારીનું સસ્પેન્શન રદ કરી દીધું હતું. સાથે જ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે ત્રણ મહિના બાદ કર્મચારીના પગારના દાવા પર વિચાર કરવામાં આવે અને અગાઉ ચૂકવવામાં આવેલા નિર્વાહ ભથ્થાની રકમને તેમાં એડજસ્ટ કરવામાં આવે. ત્યારબાદ કેન્દ્ર સરકારે CATના આ નિર્ણયને ઝારખંડ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કેન્દ્ર સરકારની દલીલ હતી કે કર્મચારી સામેના આરોપો ગંભીર છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન ચાલુ રાખવું યોગ્ય છે.

નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અજય કુમાર ચૌધરી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું કે સસ્પેન્શનનો મુખ્ય હેતુ કર્મચારીને તપાસ અથવા વિભાગીય કાર્યવાહીમાં દખલ કરતા અટકાવવાનો છે. પરંતુ ચાર્જશીટ આપ્યા વિના સસ્પેન્શનને અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે જો સસ્પેન્શનના ત્રણ મહિનાની અંદર ચાર્જશીટ રજૂ કરવામાં ન આવે તો સસ્પેન્શનનો આદેશ ત્રણ મહિનાથી વધુ સમય સુધી ચાલુ ન રહેવો જોઈએ.

રજૂ કરવામાં આવે તો સસ્પેન્શન લંબાવી શકાય

જોકે, જો ત્રણ મહિનાની અંદર ચાર્જશીટ રજૂ કરવામાં આવે તો સસ્પેન્શન લંબાવી શકાય છે. પરંતુ આવી સ્થિતિમાં પણ ત્રણ મહિનાની મુદત પૂરી થાય તે પહેલાં સસ્પેન્શનની સમીક્ષા કરવી જરૂરી રહેશે. એટલે કે માત્ર ગંભીર આરોપો હોવાના આધારે કર્મચારીને લાંબા સમય સુધી સસ્પેન્ડ રાખી શકાય નહીં અને નિયમ મુજબ કાર્યવાહી કરવી પડશે.

CBI તપાસ બાકી હોવાને કારણે સસ્પેન્શનને આટલા લાંબા સમય સુધી ચાલુ

હાઈકોર્ટે ખાસ કરીને એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે માત્ર CBI તપાસ બાકી હોવાને કારણે સસ્પેન્શનને આટલા લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. કોર્ટના મતે, અધિકારીઓ અગાઉથી જ વિભાગીય કાર્યવાહી શરૂ કરી શક્યા હોત. જો જરૂર જણાતી ન હોય તો સસ્પેન્શન રદ કરીને કર્મચારીને ફરજ પર પરત મોકલી શકાય અને સાથે તપાસ પણ ચાલુ રાખી શકાય.

આ પણ વાંચો : દિવાળી પહેલાં ખાંડ સસ્તી થશે? સરકારે સ્ટોક લિમિટ વધારી

કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી સસ્પેન્શન કર્મચારીને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. સસ્પેન્શન દરમિયાન આપવામાં આવતું નિર્વાહ ભથ્થું કર્મચારીને પોતાનું ગુજરાન ચલાવવા અને વિભાગીય કાર્યવાહીમાં અસરકારક રીતે ભાગ લેવા માટે હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઝારખંડ હાઈકોર્ટે CATના નિર્ણયમાં કોઈ ખામી ન હોવાનું જણાવ્યું હતું અને કેન્દ્ર સરકારની રિટ અરજી ફગાવી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suspension Rule Charge Sheet Government Employee,

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ