ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સરકારે બદલી કાઢ્યાં આ સ્કીમના નિયમ, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચે

નેશનલ / સરકારે બદલી કાઢ્યાં આ સ્કીમના નિયમ, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચે

Published By: Jinal Chauhan

Last Updated: 03:18 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS)ના નિયમોમાં ફેરફાર કર્યો છે. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ પ્રમાણે, હવે CGHSના કવરેજ વિસ્તારની બહાર રહેતા અથવા ફરજ બજાવતા પાત્ર કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ લેવા માટે વિકલ્પ પસંદ કરી શકશે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે CGHS (સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.નવા નિયમથી હવે કવરેજ વિસ્તારની બહાર રહેતા પાત્ર કર્મચારીઓને પણ આ હેલ્થ સ્કીમ પસંદ કરવાની તક મળશે.અગાઉ રહેઠાણ કે પોસ્ટિંગના સ્થળને લગતી ભૌગોલિક મર્યાદાને કારણે કેટલાક કર્મચારીઓ CGHSનો લાભ લઈ શકતા નહોતા. નવા નિયમથી આવા કર્મચારીઓને પણ CGHS પસંદ કરવાની તક મળશે. જોકે, આ માટે નક્કી કરેલી શરતો પૂરી કરવી અને નિયમ મુજબનું યોગદાન ભરવું પડશે.

CGHSના નિયમોમાં શું બદલાયું?

નવા નિયમ પ્રમાણે, CGHSના નિર્ધારિત વિસ્તારની બહાર રહેતા કે પોસ્ટિંગ ધરાવતા પાત્ર કેન્દ્રીય કર્મચારીઓ હવે CGHSમાં જોડાવાનો વિકલ્પ પસંદ કરી શકશે. આ પહેલાં આવા કર્મચારીઓ સામાન્ય રીતે સેન્ટ્રલ સર્વિસિસ (મેડિકલ એટેન્ડન્સ) રૂલ્સ, 1944 એટલે કે CS(MA) હેઠળ તબીબી સુવિધા મેળવતા હતા.હવે કર્મચારીઓ અન્ય પાત્રતાની શરતો પૂરી કરીને અને નક્કી કરેલું યોગદાન ચૂકવીને CGHS પસંદ કરી શકશે. જોકે, આ એક જ વખત મળતો વિકલ્પ છે. એકવાર CGHS પસંદ કર્યા બાદ નિર્ણય બદલી શકાશે નહીં. CGHS પસંદ કરનાર કર્મચારીએ લેખિત બાંહેધરી પણ આપવી પડશે કે તેઓ કે તેમના પાત્ર પરિવારના સભ્યો બંને યોજનાઓ હેઠળ એકસાથે મેડિકલ લાભ નહીં લે.

CGHS વિસ્તારમાં રહેતા કર્મચારીઓ માટે નિયમ શું છે?

જે કેન્દ્રીય કર્મચારીઓ CGHSના કવરેજ હેઠળ આવતા વિસ્તારમાં રહે છે અથવા ત્યાં ફરજ બજાવે છે, તેમના માટે CGHSનું કવરેજ ફરજિયાત રહેશે. આવા કર્મચારીઓ CGHSને બદલે CS(MA) રૂલ્સ, 1944 હેઠળ મળતી તબીબી સુવિધાઓ પસંદ કરી શકશે નહીં.એટલે કે, નવા નિયમથી CGHSની બહારના વિસ્તારમાં રહેતા કર્મચારીઓને વિકલ્પ મળ્યો છે, પરંતુ CGHSના કવરેજ વિસ્તારમાં આવતા કર્મચારીઓ માટે આ વ્યવસ્થા લાગુ પડતી નથી.

ખોટી માહિતી આપશો તો થઈ શકે છે કાર્યવાહી

સરકારે સ્પષ્ટ કર્યું છે કે CGHSનો લાભ મેળવવા માટે કોઈ કર્મચારી ખોટી, અધૂરી કે ભ્રામક માહિતી આપશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. આવા કિસ્સામાં સંબંધિત કર્મચારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવી શકે છે.આ ઉપરાંત ખોટી માહિતીના આધારે મેળવેલા અયોગ્ય મેડિકલ લાભની રકમ પણ પરત વસૂલવામાં આવી શકે છે. તેથી કર્મચારીઓએ CGHS માટે અરજી કરતી વખતે તમામ વિગતો સાચી આપવી જરૂરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ''એક સમાન કામ કરો એટલે...'', સેમ ટુ સેમ સેલરીને લઇ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

શું છે CGHS યોજના?

સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે CGHS કેન્દ્ર સરકારના વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ તેમના પાત્ર પરિવારના સભ્યોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડતી યોજના છે. તેની શરૂઆત 1 જુલાઈ, 1954ના રોજ દિલ્હીમાં કરવામાં આવી હતી.આ યોજના હેઠળ વેલનેસ સેન્ટર, પોલીક્લિનિક, લેબોરેટરી અને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોના માધ્યમથી આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. તેમાં પાત્ર લાભાર્થીઓને તબીબી સારવાર અને અન્ય નક્કી કરેલી સુવિધાઓ મળે છે. સમય જતાં આ યોજનાનો વિસ્તાર દિલ્હીથી આગળ અનેક શહેરોમાં થયો છે.

કર્મચારીઓએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી

CGHS પસંદ કરનાર કર્મચારીઓએ નક્કી કરેલું યોગદાન ભરવાનું રહેશે અને એકવાર કરેલી પસંદગી અંતિમ રહેશે. કર્મચારી કે તેના પરિવારના સભ્યો CGHS અને CS(MA) બંને હેઠળ એકસાથે મેડિકલ લાભ લઈ શકશે નહીં. CGHS હેઠળ સારવાર કે દવા મેળવવા માટે મુસાફરી ભથ્થું (TA/DA) પણ મળવાપાત્ર નથી.આથી, CGHSના કવરેજ વિસ્તારની બહાર રહેતા કે ફરજ બજાવતા પાત્ર કર્મચારીઓએ વિકલ્પ પસંદ કરતાં પહેલાં પોતાની જરૂરિયાત, હાલની મેડિકલ સુવિધાઓ અને યોજનાની શરતો સમજી લેવી જરૂરી છે. નવા નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Employees CGHS Eligibility CGHS New Rules 2026

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ