ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / ઓસ્ટ્રેલિયાના વિઝા નિયમો બદલાઈ ગયા, બાળકો અને પત્નીને લઈ જવા માંગતા હોવ તો જાણી લો નવો નિયમ, ભારતીયો પર થશે અસર
Last Updated: 06:08 PM, 18 September 2026
ADVERTISEMENT
Visa Rules: ઓસ્ટ્રેલિયાએ તેના વિઝા નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફાર હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ દરમિયાન તેમના જીવનસાથી અને બાળકોને પોતાની સાથે નહી લઇ જઇ શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાએ નવા વિઝા પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ ફેરફાર હેઠળ મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે તેમના જીવનસાથી અથવા બાળકોને પોતાની સાથે લઇ જઇ શકસે નહીં. આ ઓસ્ટ્રેલિયાના કામચલાઉ વિઝા નિયમોમાં એક મોટો ફેરફાર માનવામાં આવે છે, જેની ભારતીય વિદ્યાર્થીઓ પર સૌથી વધુ અસર થવાની ધારણા છે.
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જતા હોય છે. ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા પછી બીજા ક્રમનો સૌથી લોકપ્રિય દેશ છે. ભારતીય વિદ્યાર્થીઓ બિઝનેસ, આઇટી, એન્જિનિયરિંગ અને હોસ્પિટાલિટીનો અભ્યાસ કરવા ઓસ્ટ્રેલિયા જાય છે.
ADVERTISEMENT
એક મીડિયા અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ટોની બર્કે 17 સપ્ટેમ્બરના આ પગલાંની જાહેરાત કરતા જણાવ્યું હતું કે દેશના વિદ્યાર્થી વિઝા હવે કડક કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકાર અસ્થાઇ માઇગ્રેશન નિયમોને કડક બનાવવા અને 2027-28 સુધીમાં નેટ ઓવરસીજ માઇગ્રેશન ઘટાડીને 225,000 કરવા કામ કરી રહી છે. સરકારે જણાવ્યું હતું કે વિઝા નિયમોમાં ફેરફારનો હેતુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વર્કિંગ-હોલિડે વિઝા ધારકો અને તેમના વિઝાની મુદત પૂરી થયા પછી પણ દેશમાં રહેતા લોકો પર લગાવ લાવવાનો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / રોજગારની શોધમાં યુક્રેન ગયો હતો યુવક, રશિયન મિસાઇલ બની કાળ, 42 વર્ષીય સુદર્શનના મોતથી પરિવારમાં માતમ છવાયો
ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર પડશે?
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં હાલમાં લગભગ 1.38 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંખ્યા ઓસ્ટ્રેલિયામાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીના આશરે 16 ટકા છે. તેથી ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થી વિઝા નિયમોમાં થયેલા ફેરફારોની ભારતીય વિદ્યાર્થીઓ પર સૌથી વધુ અસર પડશે. નવા નિયમો હેઠળ મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારના સભ્યોને આશ્રિત વિઝા પર ઓસ્ટ્રેલિયા લાવી શકશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ