ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આજે MCX પર સોના-ચાંદીમાં મજબૂત રિકવરી, જાણો કિંમત અને કારણ

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / આજે MCX પર સોના-ચાંદીમાં મજબૂત રિકવરી, જાણો કિંમત અને કારણ

Last Updated: 05:33 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

MCX પર સોના અને ચાંદીના ભાવમાં ડોલરની કમજોરી અને યીલ્ડમાં ઘટાડાને કારણે રિકવરી જોવા મળી રહી છે. તહેવારોની માંગ અને વૈશ્વિક પરિબળો આગળની દિશા નક્કી કરશે.

1/6

photoStories-logo

1. સોના-ચાંદીના ભાવમાં રિકવરી

આજે 18 સપ્ટેમ્બરે MCX પર સોના અને ચાંદીના ભાવમાં ફરી સારી રિકવરી જોવા મળી રહી છે. અમેરિકન ફેડની વ્યાજદરની નીતિ અંગેના તાજેતરના ઉતાર-ચઢાવ બાદ બજારમાં સ્થિરતા આવી છે અને કિંમતી ધાતુઓમાં ફરી ઉછાળો આવ્યો છે. MCX પર ઓક્ટોબર મહિનાના સોનાનો ભાવ આશરે 1.53 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ વેપાર કરી રહ્યો છે. જ્યારે ચાંદીમાં 1.20 ટકાનો વધારો થઈને તે 2.41 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મુખ્ય કારણ

આ રિકવરીનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં ડોલરની કમજોરી અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો છે. તાજેતરમાં યીલ્ડમાં તીવ્ર વધારો થયા બાદ હવે તેમાં નરમાઈ આવી છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થતાં મોંઘવારીની ચિંતાઓ થોડી ઓછી થઈ છે. એક્સપર્ટ અનુસાર છેલ્લા બે અઠવાડિયાના ઉતાર-ચઢાવ છતાં ગોલ્ડ ETFમાં સતત રોકાણ આવી રહ્યું છે. જે લાંબા ગાળાના રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. શું કહે છે એક્સપર્ટ?

એક્સપર્ટ મુજબ, ડોલર અને યીલ્ડમાં ઘટાડા બાદ સોના અને ચાંદી બંનેમાં ઝડપી રિકવરી થઈ રહી છે પણ ચાંદીમાં વધુ મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી સોનાની સરખામણીમાં વધુ ઉતાર-ચઢાવવાળી હોય છે. કેમ કે તેનો ઔદ્યોગિક ઉપયોગ પણ મોટા પાયે થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભારતીય બજાર પણ મહત્વનું પરિબળ

ભારતીય બજાર માટે રૂપિયાની હલચલ પણ મહત્વની છે. હાલમાં રૂપિયો ડોલર સામે આશરે 95.94 રૂપિયાની આસપાસ છે. કમજોર રૂપિયો ઇન્ટરનેશનલ ભાવમાં ઘટાડાની અસરને ઘરેલું બજારમાં ઓછી કરે છે. તહેવારો અને લગ્નની સીઝન આગળ વધી રહી હોવાથી ફિઝિકલ ડિમાન્ડ ધીમે ધીમે વધવાની આશા છે, ખાસ કરીને સિક્કા, બાર અને હલકી જ્વેલરી માટે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ પરિબળો પર આધાર

નિષ્ણાતોના મતે આગળનો આઉટલુક ફેડની વ્યાજદરની નીતિ, ડોલરની હલચલ, ક્રૂડના ભાવ અને ભૌગોલિક-રાજકીય ઘટનાઓ પર આધાર રાખે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે થોડું-થોડું ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યારે લીવરેજ વાપરનારા ટ્રેડર્સે સાવધાની રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

US Federal Reserve gold prices silver prices
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ