ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ગેંગરેપ કેસમાં નામ આવતાં જ ભાજપના પૂર્વ ધારાસભ્યનું રાજીનામું, કહ્યું- 'મારી વિરુદ્ધ ષડ્યંત્ર'

નેશનલ / ગેંગરેપ કેસમાં નામ આવતાં જ ભાજપના પૂર્વ ધારાસભ્યનું રાજીનામું, કહ્યું- 'મારી વિરુદ્ધ ષડ્યંત્ર'

Published By: Nirav Kumar

Last Updated: 08:22 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેંગરેપ કેસમાં આરોપી બનેલા પૂર્વ બીજેપી ધારાસભ્યએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. અને તેને પોતાની વિરુદ્ધની ષડ્યંત્ર ગણાવ્યુ છે. પોલીસે તેમની અને એક ડીસમિસ્ડ કોન્સ્ટેબલ સામે FIR નોંધી છે અને ધરપકડની કાર્યવાહી ચાલી કરી છે.

ADVERTISEMENT

22 વર્ષીય મહિલા સાથેના કથિત ગેંગરેપ કેસના આરોપી અને ભાજપના પૂર્વ ધારાસભ્યએ રાજીનામું આપવું પડ્યું છે. આમ સત્તાધારી પાર્ટીના ધારાસભ્યનું નામ ગેંગરેપમાં સામે આવતા રાજ્ય સહીત સમગ્ર દેશમાં માહોલ ગરમાયો છે.

જેમાં મહારાષ્ટ્રના ઠાણેમાં 22 વર્ષીય મહિલા સાથેના કથિત ગેંગરેપ કેસમાં આરોપી બનેલા કલ્યાણ પશ્ચિમના પૂર્વ બીજેપી વિધાયક નરેન્દ્ર પવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પવારે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણને રાજીનામું સોંપતા જણાવ્યું કે, તેમની વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે અને તેમની છબી ખરાબ કરવાનું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે.

ઠાણેના કથિત ગેંગરેપ કેસમાં આરોપી બનેલા પૂર્વ બીજેપી ધારાસભ્ય નરેન્દ્ર પવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તેને પોતાની વિરુદ્ધની ષડ્યંત્ર ગણાવ્યું છે. પોલીસે તેમની અને એક ડીસમિસ્ડ કોન્સ્ટેબલ સામે FIR નોંધી છે અને ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે.

પોલીસે મહિલાની ફરિયાદના આધારે નરેન્દ્ર પવાર અને બરખાસ્ત ડીસમિસ્ડ કોન્સ્ટેબલ શૈલેશ પાટીલ સામે કેસ નોંધ્યો છે. મહિલાનો આરોપ છે કે તેમને ભિવંડીના બાપગાંવ સ્થિત એક ફાર્મહાઉસમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં યૌન હિંસા કરવામાં આવી હતી. પોલીસ મુજબ મહિલા પરણિત છે અને તેમનો વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે. આરોપ છે કે પવારે સમાધાન કરાવવાના બહાને તેમને બોલાવ્યા હતા અને 13 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી.

FIR નોંધાયા બાદ પવારે કહ્યું કે, તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાર્ટીની છબીને કોઈ નુકસાન ન થાય તે માટે તેઓ તમામ પદોમાંથી રાજીનામું આપી રહ્યા છે અને નેતૃત્વને તે સ્વીકારવાની વિનંતી કરી છે.

વધુ વાંચો : તેલંગાણામાં ગણેશ વિસર્જન દરમિયાન 6 બાળકો ડૂબ્યા, તમામના મો*તથી અરેરાટી

પીડિત મહિલાએ 16 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ પાર્ષદ કંચન કુલકર્ણીનો સંપર્ક કર્યો હતો. તેમને ઘટના વિશે જણાવ્યું અને અમુક પુરાવા પણ આપ્યા. કુલકર્ણીએ તેમને તાત્કાલિક પાડઘા પોલીસ સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવી. પોલીસ મહાનિર્દેશક સદાનંદ દાતેના હસ્તક્ષેપ બાદ આ કેસ નોંધાયો. જેમાં બંને આરોપીઓની ધરપકડ માટે પોલીસ ટીમો કાર્યરત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

accused rape case gang rape case former MLA

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ