ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:21 PM, 16 September 2026
ADVERTISEMENT
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાંથી ગણેશ ઉત્સવની ખુશીઓ વચ્ચે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પાટનચેરુ મંડળમાં આવેલા પેડ્ડાકંજેરલા ગામ નજીકના નેરેડુ ચેરુવુ (Neredu Cheruvu) તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન છ બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર, પેડ્ડાકંજેરલા ગામના કેટલાક બાળકો ઉત્સાહપૂર્વક ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે સ્થાનિક તળાવ પર ગયા હતા. મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન છ બાળકો અચાનક પગ લપસતાં કે અજાણતા તળાવના ઊંડા પાણી તરફ ચાલી ગયા હતા. બાળકોને તરતાં આવડતું ન હોવાના કારણે તેઓ ઊંડા પાણીમાં પોતાની જાતને સંભાળી શક્યા નહોતા અને ક્ષણવારમાં જ ડૂબવા લાગ્યા હતા. ત્યાં હાજર લોકોએ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબે તમામ છ બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ADVERTISEMENT
સ્થાનિક સત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા છએય બાળકો 'શિરીષા ચૅરિટેબલ ટ્રસ્ટ' દ્વારા સંચાલિત એક શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા હતા. એકસાથે છ બાળકોના અકાળે અવસાનની ખબર મળતાં જ તેમના પરિવારજનો અને સંસ્થામાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો નવો રાઉન્ડ, આજે સપ્ટેમ્બરે આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકો તળાવના ઊંડા પાણી સુધી કેવી રીતે પહોંચ્યા અને સ્થળ પર સુરક્ષાના કેવા ઈંતજામ હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વિસર્જનના પવિત્ર પ્રસંગે ઘટેલી આ કરૂણ દુર્ઘટનાએ સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો