ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / રોજગારની શોધમાં યુક્રેન ગયો હતો યુવક, રશિયન મિસાઇલ બની કાળ, 42 વર્ષીય સુદર્શનના મોતથી પરિવારમાં માતમ છવાયો

વિશ્વ / રોજગારની શોધમાં યુક્રેન ગયો હતો યુવક, રશિયન મિસાઇલ બની કાળ, 42 વર્ષીય સુદર્શનના મોતથી પરિવારમાં માતમ છવાયો

Published By: Pravin Joshi

Last Updated: 06:18 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણાના જગતિયાલના 42 વર્ષીય સુદર્શન ગૌડનું યુક્રેન પર થયેલા રશિયન મિસાઈલ હુમલામાં કમનસીબ મોત થયું છે. યુવકના પાર્થિવ દેહને ભારત લાવવા પરિવાર સરકાર અને ભારતીય દૂતાવાસ સમક્ષ ગુહાર લગાવી રહ્યો છે.

ADVERTISEMENT

પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાની આશા સાથે વિદેશ ગયેલા વધુ એક ભારતીય યુવકના કમનસીબ મોતના સમાચાર સામે આવ્યા છે. તેલંગાણાના જગતિયાલ જિલ્લાના 42 વર્ષીય સુદર્શન ગૌડ, જે ચાર મહિના પહેલાં જ નોકરીની શોધમાં યુક્રેન ગયા હતા, તેમનું રશિયા દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તેમના વતન હસનાબાદ ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

russia-ukraine

હવાઈ હુમલાનો સાયરન વાગતા જ બની દુર્ઘટના

મળતી માહિતી મુજબ, 1 સપ્ટેમ્બરે રશિયા દ્વારા યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન વડે ભીષણ હુમલા કરવામાં આવ્યા હતા. સુદર્શન ગૌડ યુક્રેનમાં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતા હતા. હુમલા સમયે તેઓ પોતાના રૂમમાં હતા, પરંતુ હવાઈ હુમલાની ચેતવણી આપતો સાયરન વાગતાં જ તેઓ બહાર નીકળ્યા હતા અને કમનસીબે મિસાઈલની ચપેટમાં આવી જતાં સ્થળ પર જ તેમનું અવસાન થયું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ પણ આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હોવાની પુષ્ટિ કરી છે.

પાર્થિવ દેહને ભારત લાવવા પરિવારની ગુહાર

યુક્રેનમાં રહેતા જગતિયાલના જ એક સ્થાનિક વ્યક્તિ દ્વારા પરિવારને આ કરૂણ ઘટનાની જાણ થઈ હતી. સુદર્શનના મોતના સમાચાર મળતાં જ પરિવાર ભાંગી પડ્યો છે. સ્થાનિક ધારાસભ્ય એમ. સંજય કુમારે પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. પરિવારે કેન્દ્ર સરકાર અને ભારતીય દૂતાવાસને અપીલ કરી છે કે સુદર્શનનો પાર્થિવ દેહ વહેલી તકે વતન લાવવામાં આવે જેથી તેમના અંતિમ સંસ્કાર કરી શકાય.

વધુ વાંચો : ખુશખબર : અમદાવાદમાં બનશે 1436 EWS આવાસ, રૂ. 150 કરોડના ખર્ચે બે યોજનાઓ મંજૂર

ભારતીય દૂતાવાસની મદદ અને અન્ય એક ભારતીય ઈજાગ્રસ્ત

યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ યુક્રેનિયન સત્તાધીશો અને સુદર્શનની કંપનીના સંપર્કમાં છે અને પાર્થિવ શરીરને ઝડપથી ભારત મોકલવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ જ મિસાઈલ હુમલામાં તેલંગાણાના અન્ય એક ૩૫ વર્ષીય યુવક ગણેશ કલેડા ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે.

વધુ વાંચો : ખુશખબર : અમદાવાદમાં બનશે 1436 EWS આવાસ, રૂ. 150 કરોડના ખર્ચે બે યોજનાઓ મંજૂર

સંકળાયેલા મુદ્દાઓ

UkraineRussiaWar IndianInUkraine Telangana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ