ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની કંપનીમાં યુવકે 40 લાખની ફોરેન કરન્સી હડપી, કેવી રીતે આચર્યું કૌભાંડ
Last Updated: 04:07 PM, 2 September 2026
ADVERTISEMENT
નવરંગપુરા સ્થિત એબિક્સકેશ વર્લ્ડ મની લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા વડોદરાના દેવેન્દ્રસિંહ ગોહિલે કંપની સાથે જ વિશ્વાસઘાત કરી 40.૦૮ લાખ રૂપિયાની ફોરેન કરન્સી પડાવી લેવાનું કૌભાંડ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરતા જ ન હોય તેવા લોકોના નામે બનાવટી કાગળો અને ખોટી કેવાયસી તૈયાર કરીને વિદેશ પ્રવાસ માટે ડોલરની જરૂર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ અલગ-અલગ ઇન્વોઇસ બનાવી કંપનીમાંથી રોકડમાં વિદેશી ચલણ મેળવી લેવામાં આવ્યું હતું, જોકે લાંબા સમય સુધી આ ચલણનું પેમેન્ટ કંપનીના ખાતામાં જમા ન થતાં શંકા ઊભી થઈ હતી. કંપનીના અધિકારીઓએ તપાસ શરૂ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ADVERTISEMENT
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ મામલે ગુજરાત ક્લસ્ટર હેડ પરાગ ભટ્ટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે દેવેન્દ્રસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના તરસાલી બાયપાસ રોડ પર રહેતો દેવેન્દ્રસિંહ ગોહિલ જૂન- ર૦રપમાં એબિક્સકેશ વર્લ્ડ મની લિમિટેડમાં સેલ્સ મેનેજર તરીકે જોડાયો હતો. તેને દર મહિને પ૮,૩૩૩ રૂપિયા પગાર મળતો હતો. તેની મુખ્ય જવાબદારી નવી કોર્પોરેટ કંપનીઓને કંપની સાથે જોડીને બિઝનેસ વધારવાની હતી. આ કામગીરી દરમિયાન તેણે કંપનીની સિસ્ટમમાં અલાઈટ પ્રોજેક્ટ્સ, ચિકચેમ મેડિકલ, વાઈકિંગ ઈન્ડસ્ટ્રીઝ અને ફાર્મસન ડ્રગ્સ સહિત કુલ આઠ કોર્પોરેટ કંપનીઓને જોડાવી તેમના કોડ જનરેટ કરાવ્યા હતા.
ADVERTISEMENT
કંપનીઓને નામે વિદેશી ચલણ મેળવ્યું
આ કંપનીઓના નામનો ઉપયોગ કરીને દેવેન્દ્રસિંહે બાદમાં કથિત રીતે ફોરેન કરન્સી મેળવવાનો પ્લાન બનાવ્યો હતો. ઓક્ટોબર-ર૦રપથી ફેબ્રુઆરી-ર૦ર૬ દરમિયાન તેણે કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓ વિદેશ પ્રવાસે જવાના હોવાનું જણાવી કંપનીને અલગ-અલગ દસ્તાવેજો મોકલ્યા હતા, જોકે તપાસમાં આ કર્મચારીઓ સંબંધિત કંપનીઓમાં નોકરી જ કરતા ન હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
પાસપોર્ટ અને કેવાયસીના આધારે ડોલર પડાવ્યા
દેવેન્દ્રસિંહે આશુતોષ પાંડે, નરેશ વાધવાની, અમર બોડે અને અંકુર શાહ સહિતની વ્યક્તિઓના પાસપોર્ટ તથા કેવાયસીના દસ્તાવેજો ઈ-મેઈલ મારફતે કંપનીને મોકલ્યા હતા. આ દસ્તાવેજોના આધારે વિદેશ પ્રવાસ માટે ફોરેન કરન્સીની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. ત્યાર બાદ બનાવટી દસ્તાવેજોના આધારે કુલ ૧૬ ઇન્વૉઇસ તૈયાર કરાવીને ફોરેન કરન્સી ઇશ્યૂ કરાવવામાં આવી હતી. આ રીતે એક ઇન્વોઇસમાં ૯,૭૯,૧૯૦ રૂપિયા, બીજા ઇન્વોઇસમાં ૬,૬૮,૬૭૦ રૂપિયા, ત્રીજામાં ૧ર,૦ર,ર૯૦ રૂપિયા અને ચોથામાં ૧૧,પ૮,૭૯૧ રૂપિયા સહિત કુલ ૪૦,૦૮,૯૪૧ રૂપિયાની ફોરેન કરન્સી રોકડમાં મેળવી લેવામાં આવી હતી. અલગ-અલગ વ્યવહારો કરવામાં આવ્યા હોવાથી શરૂઆતમાં કંપનીને સમગ્ર ગેરરીતિનો ખ્યાલ આવ્યો નહોતો.
ADVERTISEMENT
કંપનીના ખાતામાં પેમેન્ટ જમા ન થતાં શંકા ગઈ
ADVERTISEMENT
કંપની દ્વારા ફોરેન કરન્સી ઇશ્યૂ કર્યા બાદ તેનું પેમેન્ટ સંબંધિત રીતે કંપનીના ખાતામાં જમા થવાનું હતું, જોકે લાંબા સમય સુધી પેમેન્ટ જમા ન થતાં અધિકારીઓને સમગ્ર વ્યવહાર શંકાસ્પદ લાગ્યો હતો. ત્યાર બાદ કંપનીએ આંતરિક તપાસ શરૂ કરી હતી. કંપનીના અધિકારીઓ જોબી આઈઝેક, વિશાલકુમાર, પ્રહ્લાદ પરમાર અને સુરેશ રાવલને સંબંધિત કોર્પોરેટ કંપનીઓનો સંપર્ક કરવા મોકલવામાં આવ્યા હતા. તેમણે કંપનીઓના ડિરેક્ટર્સ તેમજ એકાઉન્ટ હેડ સાથે રૂબરૂ મુલાકાત કરી સમગ્ર વ્યવહાર અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન તપાસમાં એવો ખુલાસો થયો કે જે નામના કર્મચારીઓ માટે ફોરેન કરન્સી મંગાવવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું તે લોકો સંબંધિત કંપનીઓમાં નોકરી જ કરતા નહોતા. વધુમાં જે ઇન્વોઇસના આધારે વિદેશી ચલણ લેવામાં આવ્યું હતું તેવા કોઈ ઇન્વોઇસ સંબંધિત કંપનીઓ દ્વારા તૈયાર કે રજૂ કરવામાં આવ્યાં જ નહોતાં.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.