ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં કાર ચાલકે ઘર આંગણે રમી રહેલા 3 વર્ષના બાળકને કચડ્યો, પિતાએ કહ્યું-'નીચે ઉતર્યો કે તરત અડફેટે લીધો'
Last Updated: 12:01 PM, 1 September 2026
ADVERTISEMENT
વડોદરામાં કાર ચાલકે 3 વર્ષના બાળકનું મોત નીપજાવ્યું હતું. આ અંગે ભારે આક્રોશ વ્યક્ત કરતાં બાળકના પિતા મનોજ સોલંકીએ આખી ઘટના વર્ણવતા કહ્યું કે હું અને મારો બાળક જેવા નીચે ઉતર્યાં કે તરત જ કાર ચાલકે તેને અડફેટે લીધો હતો. પિતાએ કહ્યું કે કાર ચાલકની સોસાયટીમાં પ્રવેશતા સમયે સ્પીડ પણ વધારે હતી. કાર ચાલકની ગંભીર બેદરકારીથી આ ઘટના બની છે તેને કડક સજા થવી જોઈએ.
ADVERTISEMENT
માસૂમનું ઘટનાસ્થળે જ મોત
વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં ગત રાત્રે એક હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં ઘરની બહાર રમી રહેલા ત્રણ વર્ષના માસૂમ બાળકને પૂરપાટ ઝડપે ધસી આવેલા એક કાર ચાલકે અડફેટે લીધો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં માસૂમ બાળકનું કરૂણ મોત થયું છે. બીજી તરફ અકસ્માત સર્જયા બાદ કારચાલકે ફરાર થઈ ગયો હતો. ત્રણ વર્ષીય બાળક રાત્રીના સમયે પોતાના ઘરની બહાર આંગણામાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ પૂરપાટ અને બેફામ ઝડપે આવેલી એક કારના ચાલકે બાળકને જોયો ન હતો અને તેને સીધો જ કચડી નાખ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદમાં હવે પાણી-ગટર કનેક્શન માટે ઓનલાઇન અરજી ફરજિયાત, ફી પણ ઓનલાઈન ભરાશે
કોણ છે આરોપી કાર ચાલક?
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. મૃતક બાળકના પરિવારજનો દ્વારા પોલીસને આપવામાં આવેલી અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ વિપુલ છે. પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.