ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'ઓપરેશન સિંદૂર'ના નાયકને મળી રામ મંદિરની કમાન, જાણો કોણ? 3 નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂંક

અયોધ્યા / 'ઓપરેશન સિંદૂર'ના નાયકને મળી રામ મંદિરની કમાન, જાણો કોણ? 3 નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂંક

Published By: Hiralal Parmar

Last Updated: 05:21 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાન ચોરીના આરોપ બાદ રામ મંદિર સંબંધિત એક મોટો નિર્ણય લેવાયો હતો. રામ મંદિરમાં સીઈઓની સાથે 3 નવા ટ્રસ્ટીઓની પણ નિયુક્તી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિરના શાસન અને વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરાયું છે. રામ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક કરાઈ છે.

કોણ બન્યાં નવા CEO?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદિરના પહેલા CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) બનાવ્યા છે. બુધવારે યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુપીના દેવરિયાના રહેવાસી જિતેન્દ્ર મિશ્રાએ ઓપરેશન સિંદૂરમાં પશ્ચિમી વાયુ કમાનને લીડ કરી હતી.

કોણ છે જીતેન્દ્ર મિશ્રા?

જીતેન્દ્ર મિશ્રા કોઈ સામાન્ય વહીવટી અધિકારી નથી. તેઓ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ એર માર્શલ છે અને પશ્ચિમ વાયુ કમાન્ડના વડા તરીકે સેવા આપી હતી. સૌથી અગત્યનું, તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પશ્ચિમ વાયુ કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું. આ જ કારણ છે કે રામ મંદિર ટ્રસ્ટના સીઈઓ તરીકે તેમની નિમણૂકથી રાજકીય ચર્ચામાં એક નવો વળાંક આવ્યો છે.

3 નવા ટ્રસ્ટીની નિયુક્તી

રામ મંદિર માટે ત્રણ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં અયોધ્યાના મદન મોહન, દિલ્લીના મહેશ ભાગચંદકાની અને શિકોહાબાદના નિર્મલા યાદવની ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ત્રણ ટ્રસ્ટી પદ ખાલી હતા

ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અને વિમલેન્દ્ર મોહનના અવસાન પછી, ત્રણ ટ્રસ્ટી પદ ખાલી હતા. ત્રણ વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અશોક સિંઘલના સંબંધી મહેશ ભાગચંદકા અને હાઈકોર્ટમાં મંદિરના વકીલ મદન મોહન પાંડે, રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઈન જોડાયા હતા.

વધુ વાંચો : ખુશખબર : અમદાવાદમાં બનશે 1436 EWS આવાસ, રૂ. 150 કરોડના ખર્ચે બે યોજનાઓ મંજૂર

CEO પાસે શું જવાબદારી હશે?

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વ્યાવસાયિક શાસન અને પારદર્શિતા માટે CEO આવશ્યક છે. CEO ટ્રસ્ટના મહાસચિવને રિપોર્ટ કરશે અને તેમની પાસે તમામ વહીવટી, નાણાકીય અને કાનૂની સત્તા હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ayodhya ram mandir ram mandir ceo appointment ram mandir news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ