ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / નકલી-ગેરકાયદેસર દવાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર / નકલી-ગેરકાયદેસર દવાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 10:46 AM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ની સમિક્ષા બેઠકમાં તંત્રને મોટા આદેશ આપ્યાં છે.

ADVERTISEMENT

ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીએ રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ અંગે વધુ વિગતો આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, FDCA દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના પરિણામે ગંભીર ક્ષતિઓ જણાયેલી 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત, રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર, ૮ ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત તથા ૧૧ દવાઓના બનાવટ ના પરવાના રદ કરવામાં આવ્યા છે. લેબોરેટરીની તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી ૨૦ દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં તપાસ કરવામાં આવેલા ૪૨ બ્લડ સ્ટોરેજ સેન્ટર્સ પૈકી ૩ને ક્લોઝર ઓર્ડર તથા ૧૨ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

નશાકારક અને બનાવટી દવાઓ સામે કાર્યવાહી

નશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રીએ જણાવ્યું કે, નશાકારક તથા બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતેની પેઢીઓ માં FDCA દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

આ બેઠકમાં મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે સામાન્ય જનતાને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને FSSAI-2006 ના નિયમો હેઠળ સમગ્ર રાજ્યમાં ઓચિંતી તપાસ અને કડક કાનૂની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવશે.રાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા તથા ગુણવત્તા સુનિશ્ચિત કરવા ૧,૬૨૫થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું. જેમાં ક્ષતિઓ જણાતા ૩૦૬ એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી હતી અને ગંભીર બેદરકારી બદલ ૩૮ એકમો સામે લાયસન્સ રદ્દ કરવા જેવી કડક કાર્યવાહી કરાઈ હતી. નિરીક્ષણની કામગીરીમાં સુરત મનપા, વલસાડ, આણંદ , જામનગર અને મહેસાણામાં સઘન કાર્યવાહી હાથ ધરાઇ હતી.

વધુ વાંચો : 'ટેક્સ' વધારા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ બહાર પડી ગયા, જાણો તમારા શહેરના ભાવ

તહેવારોમાં રોજિંદા વપરાશની વસ્તુઓ પર ધ્યાન રાખવાનો આદેશ

ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ અને ઉપયોગ સામે ૩,૦૭૮ પેઢીઓની તપાસ કરી ૧૪૫ શંકાસ્પદ નમૂના લેવાયા હતા અને રૂ. ૭,૫૪,૩૮૬ની કિંમતનો ૨,૫૫૩.૧૦ કિગ્રા બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો. મંત્રીએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તહેવારોમાં દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદી વપરાશની વસ્તુઓ પર સતત વોચ રાખવા તંત્રને આદેશ આપ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

illegal medicines Prafull Pansheriya

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ