ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્પા-કૂટણખાનામાંથી પકડાયેલા ગ્રાહક સામે કેસ ન કરી શકાય- ગુજરાત HCનો મોટો ચુકાદો
Last Updated: 10:00 AM, 2 September 2026
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટે સ્પા અને કૂટણખાના (વેશ્યાગૃહ) પર થતા પોલીસ દરોડા મામલે એક અત્યંત મહત્વનો અને મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવા સ્થળો પરથી પકડાયેલા ગ્રાહક સામે માત્ર તેની હાજરીના આધારે ગુનાહિત કેસ ચલાવી શકાય નહીં.
ADVERTISEMENT
હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે નોંધ્યું કે સ્પા કે કૂટણખાનામાં ગયેલો ગ્રાહક માત્ર ત્યાં નાણાં ચૂકવીને પોતાના અંગત સંતોષ માટે સેવા લેવા જાય છે. ગ્રાહક વેશ્યાવૃત્તિના વ્યવસાયમાંથી કોઈ કમાણી કરતો નથી કે તે જગ્યાના સંચાલન કે માલિકી સાથે જોડાયેલો હોતો નથી. ગ્રાહક તરીકે અટકાયત કરેલા અરજદારે કોર્ટમાં કરી ક્વોશિંગ પિટિશન હતી જેની પર સુનાવણી કરતા હાઈકોર્ટે આવો ચુકાદો જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
સુરતની ઓલપાડ પોલીસનો કેસ રદ કર્યો
ગુજરાત હાઈકોર્ટે સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આવી જ એક FIR, પોલીસ ચાર્જશીટ અને નીચલી કોર્ટમાં ચાલતી ફોજદારી કાર્યવાહીને કાયદાકીય રીતે અયોગ્ય ગણાવીને સંપૂર્ણપણે રદ કરવાનો હુકમ કર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'ટેક્સ' વધારા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ બહાર પડી ગયા, જાણો તમારા શહેરના ભાવ
ગ્રાહક તરીકે જનારનો કોઈ ગુનો બનતો નથી
ADVERTISEMENT
ભારતીય કાયદા મુજબ, વેશ્યાગૃહ ચલાવવું, તેનાથી કમાણી કરવી અથવા કોઈ યુવતીને આ ધંધામાં બળજબરીથી ધકેલવી એ ગુનો છે.પરંતુ, આ કાયદો મુખ્યત્વે દલાલો, સંચાલકો અને માલિકોને સજા આપવા માટે છે, નહીં કે ત્યાં માત્ર ગ્રાહક તરીકે જનાર વ્યક્તિનો કોઈ ગુનો બનતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો