ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / હોટફિક્સ કચરાના નિકાલ માટે SMCને અલગ પ્લોટની ફાળવણી થશે, મંત્રી પ્રફુલ પાનશેરીયાની મોટી જાહેરાત

સુરત / હોટફિક્સ કચરાના નિકાલ માટે SMCને અલગ પ્લોટની ફાળવણી થશે, મંત્રી પ્રફુલ પાનશેરીયાની મોટી જાહેરાત

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 07:57 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં હોટફિક્સ કચરાનો ઉકેલ શોધવા મંત્રી પ્રફુલ પાનશેરીયાની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.

ADVERTISEMENT

સુરતના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ વિસ્તારોમાં પ્લાસ્ટિક તેમજ હોટફિક્સ કચરાના નિકાલ અંગે ઉદ્ભવેલી સમસ્યાના નિવારણ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સક્રિય બન્યા છે. મંત્રી સાથેની ગહન વિચારવિમર્શ બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા એક વ્યવહારુ ઉકેલ શોધવામાં આવી રહ્યો છે, જેથી શહેરની સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્થાનિક નાના વેપારીઓ કે કારીગરોની આજીવિકા પર કોઈ વિપરીત અસર ન પડે.

હોટફિક્સ કચરો મુખ્યત્વે ઔદ્યોગિક કચરા (ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ)ની શ્રેણીમાં આવે છે. આ સિંગલ-યુઝ પ્લાસ્ટિક હોવા ઉપરાંત તેની એક તરફ ગુંદર (ગમ)નું પડ હોય છે, જેના કારણે તેનું રી-પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે. આ જ કારણોસર તેના વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ નિકાલ માટે ચોક્કસ અને વ્યવસ્થિત પ્રક્રિયા હાથ ધરવી અનિવાર્ય બની છે.

આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, સુરત કલેક્ટર તેજસ પરમાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાન તથા ઝોનલ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં હોટફિક્સ સહિતના પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન, નિકાલ અને વ્યવહારુ ઉકેલ લાવવા અંગે ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, અમારું ધ્યેય આ સમગ્ર પ્રશ્નનું નિરાકરણ માત્ર વહીવટી કે રાજકીય દૃષ્ટિકોણથી લાવવાનું નથી, પરંતુ સંવેદનશીલ અને ઉકેલલક્ષી અભિગમ અપનાવીને યોગ્ય રસ્તો કાઢવાનું છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્વચ્છતા એ સુરત શહેરની આગવી ઓળખ છે અને પ્લાસ્ટિક કચરાનું સુચારુ વ્યવસ્થાપન અત્યંત જરૂરી છે. હોટફિક્સ કચરો ઔદ્યોગિક શ્રેણીમાં આવતો હોવાથી તેનો નિકાલ કરવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની છે. પરંતુ, હોટફિક્સના કેટલાક યુનિટ્સ રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોવાથી સ્થાનિક સ્તરે સમસ્યાઓ સર્જાય છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ કચરાના યોગ્ય નિકાલ માટે કવાયત શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ GIDC પ્લોટધારકોને મોટી રાહત, જૂની બાકી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર 'અંત્યોદય' અને 'સર્વસમાવેશી' વિકાસના મંત્ર પર કાર્ય કરી રહી છે. તેથી કોઈપણ નિર્ણય લેતી વખતે નાનામાં નાના માણસની આજીવિકા પર વિપરીત અસર ન પડે તે જોવાની અમારી નૈતિક જવાબદારી છે. સરકાર માટે સ્વચ્છતા અને રોજગારી બંને એકસમાન મહત્વ ધરાવે છે, આથી બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને વ્યવહારુ ઉકેલ લાવવાનો અમારો પ્રયાસ છે તેમ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SMC plastic waste management Surat plastic waste management Hotfix waste disposal Surat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ