બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / અમેરિકા ભણવા ગયા છો? ફર્સ્ટ યરમાં Job કરવાના હોવ તો જાણી લો આ નિયમ

NRI / અમેરિકા ભણવા ગયા છો? ફર્સ્ટ યરમાં Job કરવાના હોવ તો જાણી લો આ નિયમ

Published By: Bijal Vyas

Last Updated: 07:47 AM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Part-Time Job Rules:અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્યાં કામ કરવાની પણ મંજૂરી હોય છે. નોકરી શરૂ કરતા પહેલા ત્યાંના નિયમો સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે વિદ્યાર્થીઓના રોજગાર અંગેના નિયમો ઘણા કડક છે.

અમેરિકામાં ફોલ ઇનટેકમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા ગયા છે. તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ ત્યાં પહોંચતાની સાથે જ પાર્ટ-ટાઇમ નોકરી શરૂ કરવી હોય છે. જોકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામ કરવાની છૂટ છે, પરંતુ તેમણે નિયમોના દાયરામાં રહીને જ કામ કરવું પડે છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા ઘણા કડક છે અને તેનું ઉલ્લંઘન ગંભીર પરિણામોમાં પરિણમી શકે છે. અહીં અભ્યાસ કરવા માટે F-1 વિઝાની જરૂર પડે છે.

જો તમે અમેરિકામાં પાર્ટ-ટાઇમ કામ કરવા માંગતા હોવ, તો તમારે પહેલાં F-1 વિઝા મેળવવા જરુરી છે. F-1 વિઝા ત્યારે જ આપવામાં આવે છે જ્યારે વિદ્યાર્થી SEVP-સર્ટિફાઇડ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. તેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ મળશે. એટલુ જ નહીં પરંતુ તે કોલેજ અથવા યુનિવર્સિટીને અમેરિકી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોવી જરુરી છે.

પાર્ટ-ટાઇમ જોબના નિયમ શું છે ?

USCISના નિયમો અનુસાર, F-1 વિઝા પર અમેરિકા આવતા વિદ્યાર્થીઓને તેમના પ્રથમ વર્ષ દરમિયાન કેમ્પસની બહાર નોકરી કરવાની પરવાનગી નથી. આનો અર્થ એ છે કે તેઓ કેમ્પસની બહાર કામ કરી શકતા નથી. જોકે, અમુક શરતોમાં રહીને તેમને કેમ્પસમાં પાર્ટ-ટાઇમ નોકરી કરવાની છૂટ છે. તેથી, જો તમે તમારા પ્રથમ વર્ષ દરમિયાન કામ કરવા ઈચ્છતા હોય, તો તમારે એ જાણવું જોઈએ કે તેની મંજૂરી નથી. પ્રથમ શૈક્ષણિક વર્ષ પછી, F-1 સ્ટૂડટન્સ માટે કામ કરવાની સુવિધા આપતા ત્રણ પ્રકારના કાર્યક્રમો ઉપલબ્ધ છે. તે નીચે મુજબ છે:

  • કુરિકુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ (CPT)
  • ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) (કોર્સ પૂરો થયા પહેલા કે બાદમાં)
  • સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનિયરિંગ અને મેથમેટિક્સ (STEM) ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એક્સટેંશન (OPT)

આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીયો પરના હુમલામાં થયો વધારો, ગુજરાતના વેપારી પછી વધુ એક NRIની હત્યા

જોકે, વિદ્યાર્થીઓ વ્યક્તિગત પરિસ્થિતિ, જેમ કે, ગંભીર આર્થિક મુશ્કેલી અથવા વિદ્યાર્થીઓ માટેના વિશેષ રાહતના કારણે દરેક મામલાની અલગ-અલગ તપાસના આધારે કેમ્પસની બહાર કામ કરવા માટે પણ યોગ્ય બની શકે છે, જો તેમના પ્રથમ વર્ષ દરમિયાન જ કેમ્પસની બહાર કામ કરવાનું શરૂ કરી દે છે. તેઓ આ માટે મંજૂરી પણ લેતા નથી, તેના બદલે તેઓ રેસ્ટોરન્ટ અને મોલ જેવી જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે કામ કરે છે. આ વિદ્યાર્થીઓને એ વાતની જાણ હોવી જોઈએ કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે કામ કરવાથી દેશનિકાલનું જોખમ રહેલું છે. સરકાર તેમના વિઝા રદ કરી શકે છે અને તેમને તેમના દેશમાં પાછા મોકલી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

uscis f1 visa us part time job rules employment guidelines

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ