ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / અમેરિકામાં ભારતીયો પરના હુમલામાં થયો વધારો, ગુજરાતના વેપારી પછી વધુ એક NRIની હત્યા

વિશ્વ / અમેરિકામાં ભારતીયો પરના હુમલામાં થયો વધારો, ગુજરાતના વેપારી પછી વધુ એક NRIની હત્યા

Published By: Pravin Joshi

Last Updated: 05:12 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારતીયો પર થઈ રહેલા હિંસક હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ન્યૂયોર્કના બ્રુકલિનમાં પિઝા ડિલિવરી બોય તરીકે કામ કરતા 27 વર્ષીય પંજાબી યુવક ગુરદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર થતા હિંસક હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં ન્યૂયોર્ક શહેરના બ્રુકલિન વિસ્તારમાં પિઝા ડિલિવરીનું કામ કરતા 27 વર્ષીય પંજાબી યુવક ગુરદીપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

Crime-simple

ન્યૂયોર્કના બ્રુકલિનમાં બનેલી ઘટના

પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે લગભગ 9:58 વાગ્યે ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD)ને બ્રુકલિનના 899 ક્રિસેન્ટ સ્ટ્રીટ પાસે એક યુવકને ગોળી વાગી હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગુરદીપ સિંહને ગંભીર હાલતમાં રક્તરંજીત હાલતમાં મેળવ્યો હતો. તેને તાત્કાલિક વન બ્રુકલિન હેલ્થ-બ્રુકડેલ હોસ્પિટલ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ આ કેસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ થઈ નથી. પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે આ હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

crime-simple

પરિવાર પર દેવાનો ડુંગર અને માતમ

મૃતક ગુરદીપ સિંહ પંજાબના બેગોવાલ વિસ્તારનો નિવાસી હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, તે લગભગ 13 વર્ષ પહેલાં દેવું કરીને પોતાના માતા-પિતા અને પરિવારના સારા ભવિષ્ય માટે અમેરિકા ગયો હતો. ત્યાં ભારે સંઘર્ષ બાદ તે પિઝા ડિલિવરીનું કામ કરીને પરિવારને આર્થિક મદદ મોકલતો હતો. ગુરદીપના નિધનના સમાચારથી તેના વતનમાં માતમ છવાઈ ગયો છે. પરિવારે ભારત સરકાર પાસે તેના મૃતદેહને ટૂંક સમયમાં વતન લાવવા અને હત્યારાની વહેલી તકે ધરપકડ કરાવવાની માંગ કરી છે.

ટેનેસીમાં ગુજરાતી વેપારી સુરેશ પટેલની હત્યા

ગુરદીપ સિંહની હત્યા પહેલાં હજુ તાજેતરમાં જ અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં 56 વર્ષીય ગુજરાતી વેપારી સુરેશ પટેલની પણ લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રિજક્રેસ્ટ રોડ પર આવેલી તેમની દુકાનમાં એક સશસ્ત્ર લૂંટારો ઘૂસ્યો હતો અને રોકડ રકમ લીધા પછી પણ તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં સુરેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે તેમની 19 વર્ષની પુત્રી પણ ત્યાં હાજર હતી, જે આબાદ બચી ગઈ હતી.

વધુ વાંચો : 'હું સસ્તા લોકો પર કંઈ કહેવા માંગતો નથી' બાબા રામદેવે કંગના રનૌત પર સાધ્યું નિશાન, વિવાદ વધ્યો

ન્યૂયોર્કમાં પંજાબી યુવકની હત્યા અને ટેનેસીમાં ગુજરાતી વેપારીના મોતથી અમેરિકામાં નાના વ્યવસાયો અને ડિલિવરી સેવાઓ આપતા ભારતીયોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોલીસ બંને મામલે સીસીટીવી અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GurdeepSingh USNews NewYork

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ