બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 8th Pay Commission Update: આ કર્મચારીઓની સેલરીમાં થશે મોટો ઉછાળો, જાણો કેટલો થશે પગાર

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / 8th Pay Commission Update: આ કર્મચારીઓની સેલરીમાં થશે મોટો ઉછાળો, જાણો કેટલો થશે પગાર

Last Updated: 07:40 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8th Pay Commission ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ફિટમેન્ટ ફેક્ટરના આધારે વેતન સુધારો ક્યારે લાગુ થશે અને કેટલો પગાર વધશે, તેની સંપૂર્ણ વિગતો જાણો.

1/6

photoStories-logo

1. 8th Pay Commission Update: આ કર્મચારીઓની સેલરીમાં થશે મોટો ઉછાળો, જાણો કેટલો થશે પગાર

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર હાલ 8th Pay Commission પર ટકેલી છે. પંચના સભ્યો અત્યારે દેશના વિવિધ શહેરોમાં જઈને કર્મચારીઓના પ્રતિનિધિઓ અને યુનિયન લીડર્સ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ મહિનાના અંતમાં પંચના સભ્યો જયપુર, ચેન્નાઈ અને પુદુચેરીની મુલાકાત લેવાના છે, જ્યારે દિલ્હી અને કોલકાતા જેવા મોટા શહેરોમાં કર્મચારીઓનો અભિપ્રાય લેવાઈ ચૂક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે

આઠમા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેનો આધાર ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) પર રહેશે. 7th Pay Commission માં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. પરંતુ આ વખતે કર્મચારી યુનિયનો દ્વારા વધુ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે. National Council-JCM: 3.833 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. Bharatiya Pratiraksha Mazdoor Sangh (BPMS): 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. All India Defence Employees Federation (AIDEF): 3.833 ફિટમેન્ટ ફેક્ટરની માંગ રજૂ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ASO, ઇન્સ્પેક્ટર અને જુનિયર એન્જિનિયર્સના પગારમાં કેટલો ફેરફાર થશે?

આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર (ASO), ઇન્સ્પેક્ટર્સ અને જુનિયર એન્જિનિયર્સ જેવા કર્મચારીઓ હાલમાં Level 5 અને Level 6 પે ગ્રેડ હેઠળ આવે છે. Level 5: હાલનો બેઝિક પે ₹29,200 છે. Level 6: હાલનો બેઝિક પે ₹35,400 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફિટમેન્ટ ફેક્ટર 2 થી 2.5 ની વચ્ચે રહેવાની ધારણા

નિષ્ણાતોના મતે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2 થી 2.5 ની વચ્ચે રહેવાની ધારણા છે. જો ફિટમેન્ટ ફેક્ટર મુજબ ગણતરી કરવામાં આવે તો Level 5 માટે: જો ફિટમેન્ટ ફેક્ટર 2 રહે તો બેઝિક પે વધીને ₹58,400 થશે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.25 રહે તો બેઝિક પે ₹65,700 થશે. Level 6 માટે: જો ફિટમેન્ટ ફેક્ટર 2 રહે તો બેઝિક પે વધીને ₹70,800 થશે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.25 રહે તો બેઝિક પે ₹79,650 સુધી પહોંચી જશે. આ ગણતરી મુજબ આ કર્મચારીઓનો મૂળ પગાર ઓછામાં ઓછો બમણો થઈ જશે, જેના કારણે તેમની કુલ (Gross) સેલરીમાં પણ મોટો વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ?

આઠમા પગાર પંચનું ગઠન November 2025 માં કરવામાં આવ્યું હતું અને પંચને પોતાની રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ હિસાબે પંચ આવતા વર્ષે May-June સુધીમાં પોતાની રિપોર્ટ સરકારને સુપ્રત કરી શકે છે. સરકાર દ્વારા સમીક્ષા કર્યા બાદ, આવતા વર્ષના અંત સુધીમાં (Late 2027) કેન્દ્રીય કર્મચારીઓ માટે નવો પગાર સુધારો લાગુ થવાની પૂરી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નિષ્ણાતોની માંગ અને રક્ષાબંધનની ભેટ

મોંઘવારી ભથ્થામાં વધારાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચ હેઠળ જ ડીએ માં વધારો થતો રહેશે. મોદી સરકારે એપ્રિલ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરીને તેને 58% થી વધારીને 60% કર્યું હતું. હવે તેમાં ફરીથી 2 થી 3% નો વધારો થવાની પ્રબળ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

CentralGovernmentEmployees FitmentFactor 8thPayCommission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ