બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Mars Transit 2026: 18 સપ્ટેમ્બરથી મંગળનું મોટું ગોચર! નીચભંગ રાજયોગથી 3 રાશિને થશે મોટો લાભ
5 ફોટો ગેલેરી
Last Updated: 01:42 PM, 22 August 2026
1/5
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ સાહસ, ઊર્જા, પરાક્રમ અને ભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં મિથુન રાશિમાં વિચરણ કરી રહેલો મંગળ હવે રાશિ બદલવાની તૈયારીમાં છે. જેમાં 18 સપ્ટેમ્બર 2026થી મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે કર્ક રાશિમાં મંગળને નીચ માનવામાં આવે છે, જેથી તેનો પ્રભાવ થોડો કમજોર પડી શકે છે. પરંતુ આ વખતે જ્યોતિષીય ગણતરી મુજબ કર્ક રાશિમાં ગુરુની સ્થિતિ મંગળના નીચત્વને ભંગ કરીને નીચ ભંગ રાજયોગની રચના કરશે. આ યોગ અનેક રાશિઓ માટે ખુબ લાભદાયક સાબિત થશે. ચાલો જાણીએ કે કઈ ત્રણ રાશિઓને આ ગોચરથી ખાસ લાભ મળશે.
2/5
મંગળનું આ ગોચર તમારા માટે નવી શરૂઆત લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં નવા ડીલ્સ સાઇન કરવાનો મોકો મળશે. બિઝનેસમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને અણધાર્યા આર્થિક લાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં ભાઈ-બહેનો સાથેના સંબંધો મધુર બનશે. અટવાએલી મિલકત સંબંધી સમસ્યાઓનું નિરાકરણ નીકળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમયગાળામાં કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી ફળદાયી રહેશે.
3/5
તમારા માટે આ સમય કરિયર અને રોજગારમાં પ્રગતિ લાવનારો છે. ઑફિસમાં સીનીયર અધિકારીઓનો સહકાર મળશે, જેથી માન-સન્માન વધશે. આર્થિક દૃષ્ટિએ લાભની પરિસ્થિતિ બનશે અને વ્યાપારના વિસ્તરણનું સપનું પૂરું થઈ શકે છે. કોઈ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી. મંગળની કૃપા મેળવવા માટે અનાજનું દાન કરવું શુભ રહેશે.
4/5
તમારા માટે આ ગોચર જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જેમાં દાંપત્ય જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકાશે. લાંબા સમયથી અટવાએલા પૈસા પરત મળવાના સંકેતો છે. સરકારી કામો પૂરાં થશે, વ્યાપારમાં નફાની મજબૂત શક્યતા છે અને પ્રવાસો સુખદ રહેશે. ક્રોધ પર કંટ્રોલ રાખવો અને ભાઈ-બહેનો સાથે પ્રેમભર્યા સંબંધ જાળવવા જરૂરી છે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ