બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોડું રોકાણ શરૂ કર્યું? તો પણ SIPથી તૈયાર થશે 1 કરોડનું ફંડ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:10 PM, 21 August 2026
1/6
ઘણા લોકો માને છે કે રિટાયરમેન્ટ માટે એક કરોડનું ફંડ બનાવવા માટે 25-30 વર્ષની ઉંમરથી જ રોકાણ શરૂ કરવું જરૂરી છે. તેમને લાગે છે કે 30 વર્ષ પછી શરૂ કરશો તો મોટું ફંડ બનાવવાનો મોકો હાથમાંથી નીકળી જશે. આવી ગેરસમજને કારણે ઘણા લોકો પૂરતું રોકાણ કરી શકતા નથી અને બાદમાં મુશ્કેલી અનુભવે છે. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા કે સલિફ્ટ એમ્પ્લોઈ લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. પણ આ વિચાર સંપૂર્ણપણે ખોટો છે. 30 વર્ષથી વધુ ઉંમર હોય તો પણ કરોડ રૂપિયાનું ફંડ સરળતાથી બનાવી શકાય છે. જેમાં 40 વર્ષની ઉંમરે પણ તમે એક કરોડથી વધુનું ફંડ તૈયાર કરી શકો છો, અને તે પણ રિટાયર થયા પહેલાં જ.
2/6
સરકારી નોકરીમાં હોય કે પ્રાઇવેટ, બંને કેટેગરીના લોકો 40 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરીને મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવી શકે છે. આ ફંડ બાળકોની લગ્ન કે બીજા મહત્વના ખર્ચ માટે પણ ઉપયોગી નીવડી શકે છે. એક્સપર્ટ અનુસાર સૌથી મહત્વની વાત છે શિસ્ત. મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમમાં દર મહિને રોકાણ શરૂ કરો તો ટાર્ગેટ પૂરો થાય ત્યાં સુધી તેને ચાલુ રાખવું જરૂરી છે.
3/6
એક ઉદાહરણથી સમજીએ તો આઇટી કંપનીમાં કામ કરતા સૌમ્ય પટેલની ઉંમર 40 વર્ષ થઈ ગઈ છે. હજુ સુધી તેમને રિટાયરમેન્ટ માટે કોઈ રોકાણ શરૂ કર્યું નથી. તેમને લાગે છે કે હવે મોટું ફંડ બનાવવાનો સમય નીકળી ગયો છે. મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમયથી રોકાણ કરતા તેમના એક મિત્રે વાતચીત દરમિયાન રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે પૂછ્યું. જવાબ સાંભળીને મિત્ર આશ્ચર્યચકિત થઈ ગયા.
4/6
મિત્રે સલાહ આપી કે તરત જ રોકાણ શરૂ કરો. તેમને કહ્યું કે દર મહિને 15,000 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમમાં નાખવાનું શરૂ કરો. લાંબા ગાળે ઇક્વિટી સ્કીમમાં સરેરાશ વાર્ષિક 12 ટકા રિટર્ન મળી શકે છે. જો આ રોકાણ માત્ર 18 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે તો વાર્ષિક 12 ટકા રિટર્ન પર આશરે 1 કરોડ 6 લાખ 75 હજાર રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે. એટલે કે 58 વર્ષની ઉંમરે રિટાયર થતી વખતે તેમની પાસે એક કરોડથી વધુનું ફંડ હશે. ટેક્સ કાપ્યા બાદ પણ લગભગ એક કરોડની આસપાસ રકમ બાકી રહેશે. આ ગણતરીમાં કુલ રોકાણ 32 લાખ 40 હજાર રૂપિયા થાય છે અને અંદાજિત રિટર્ન આશરે 74 લાખ રૂપિયા જેટલું બને છે.
5/6
જો રોકાણની રકમ દર વર્ષે થોડી વધારવામાં આવે તો કામ વધુ સરળ બની જાય છે. 40 વર્ષની ઉંમરે દર મહિને 15,000 રૂપિયાથી શરૂઆત કરીને દર વર્ષે 10 ટકા વધારો કરવામાં આવે તો વાર્ષિક 12 ટકા રિટર્ન પર માત્ર 14 વર્ષમાં આશરે 1 કરોડ 4 લાખ 32 હજાર રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે. આ કિસ્સામાં કુલ રોકાણ આશરે 50 લાખ રૂપિયા અને અંદાજિત રિટર્ન લગભગ 54 લાખ રૂપિયા જેટલું થાય છે. આ બંને ગણતરીઓ ઓનલાઇન ઉપલબ્ધ એસઆઈપી કેલ્ક્યુલેટર પર આધારિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ